Bollywood

બોલિવુડ ડ્રગ્સ કેસમાં દીપિકા, સારા અને શ્રધ્ધાના મોબાઈલનો રીપોર્ટ NCBને સોંપ્યો.

 1,694 Total Views

બોલિવુડ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગર માં બોલિવુડ  સ્ટાર્સના 70થી વધુ ગેઝેટ્સ  મોકલ્યા હતા. ગાંધીનગર FSLએ બે વર્ષનો ડેટા ભેગો કરીને NCBને સોંપી દીધો છે. જેમાં બોલિવુડના સ્ટાર્સ દીપિકા, સારા અને શ્રધ્ધાના મોબાઈલનો રીપોર્ટ NCBને સોંપ્યો છે. એટલું જ નહીં, ગાંધીનગર FSLએ રિયા અને અર્જુન રામપાલના મોબાઈલનો ડેટા પણ એકત્રિત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જે ડેટા એકઢો કરવામાં આવ્યો છે, તેમાં તમામ સેલિબ્રિટીના વોટસએપ કોલ, ચેટ અને વીડિયો ક્લિપ્સ સહિતનો ડેટા મળ્યો છે.

હવે એવું જાણવા મળ્યું છે કે, જો આમાથી કંઈ ન મળ્યું તો છેલ્લા બે વર્ષના ફોનના ડેટાની NCB તપાસ કરશે. જેમાં બોલિવુડ સેલિબ્રિટીના ડ્રગ્સ પેડલર સાથેના કનેકશન NCB પકડી પાડશે. હજુ 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી છે. પરંતુ ગાંધીનગર FSL ટીમે તમામ સ્ટાર્સનો બે હાર્ડ ડિસ્કમાં સમાય એટલો ડેટા એકઢો કરીને NCBને આપ્યો છે. FSL ટીમ પાસે કુલ 70થી વધુ ગેજેટસમાંથી 80 આઈફોન છે જેમાંથી 30 મોબાઈલના ડેટાનું એફએસએલે પૃથક્કરણ કર્યું છે. જ્યારે 70 ગેજેટસનું હજુ ચાલી રહ્યું છે. અર્જુન રામપાલ, તેની ગર્લફ્રેન્ડ અને તેના ભાઈના પણ દસ ફોન NCBએ FSLને તપાસ માટે મોકલ્યા છે. આ તમામ ફોન તાજેતરમાં જ એનસીબી દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. જો કે, હજુ આ ફોનની તપાસ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 45 દિવસમાં મોકલાયેલા ગેઝેટ્સમાં 30 મોબાઈલ ફોનનો ડેટા કાઢ્યા બાદ NCBને પરત મોકલી દેવામાં આવ્યા છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોતની તપાસ NCB કરી રહી છે. તેના આધાર પર મુંબઈ (Mumbai)માં દરોડા અને ધરપકડ કરવામાં આવી રહી છે.

કાઢવામાં આવેલા ડેટામાં ડિલીટ કરાયેલ વોઇસ ક્લિપ્સ, વીડિયો ક્લિપ્સ અને ચેટ મેસેજીસ અને મોબાઇલ નંબર્સ પણ સામેલ છે. NCB ફોરેન્સિક લેબમાં મુંબઇથી જપ્ત કરાયેલા ડ્રગ્સના સેમ્પલ્સ પણ તપાસ માટે મોકલી રહ્યું છે. આ ડ્રગ્સના સેમ્પલની તપાસ કરીને રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે જેથી કરીને તેઓ ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા સપ્લાયર્સ અને ખરીદદારો સુધી પહોંચી શકે. અત્યાર સુધીમાં ફોરેન્સિક લેબને 25 ડ્રગ્સના સેમ્પલ મોકલાઇ ચૂકયા છે.

આ સેલેબ્સના મોબાઇલ ફોન કબજે કર્યા હતા

ફોરેન્સિક તપાસ માટે મોકલેલા મોટાભાગના ગેઝેટ્સમાં સૌથી વધુ મોબાઇલ સેલિબ્રિટી, તેમના પરિચિતો અને આરોપી ડ્રગ્સ પેડલર્સના છે. આ સિવાય બે લેપટોપ, ટેબ્લેટ્સ અને પેન ડ્રાઈવ્સ પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક લેબ પર જે મોબાઈલ મોકલાયા છે તેમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને તેમની સાથે સંકળાયેલા લોકોના છે.

ઇઝરાઇલથી ડેટા કાઢવા માટે આવ્યું હતું એક ટુલ

NCBએ ગાંધીનગરની લેબને કહ્યું છે કે એકબીજાને મોકલેલા મેસેજીસ અને કરવામાં આવેલા કોલ વચ્ચે એક લિંક સ્થાપિત કરો જેથી કરીને ડ્રગ્સનો ઉપયોગ કરનાર ચેનને શોધી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ડેટા deleted કરવામાં આવ્યો છે તે ખૂબ જ સિક્યોર હતો, તેથી લેબ ઇઝરાઇલ પાસેથી માંગવામાં આવેલા ખાસ સાધનોનો ઉપયોગ કરી રહ્યું છે જેથી કરીને ડેટા કાઢી શકાય.

Leave a Reply

Your email address will not be published.