Kheda (Anand)

ડાકોર વડા બજાર ઊંડા ફળીયા ની પાછળ આવેલા વહેરા ને વારંવાર અરજી કર્યા છતાં સાફ કરવામાં આવતો નથી

 547 Total Views

ડાકોર ઊંડા ફળીયા ,વડા બજાર

ડાકોર નગરપાલિકા મા ઘણા બધા સમય થી અરજી કરવામા આવે છે છતાં પણ તેનું કોઈ હલ આવેલ નથી .અને જે ગંદકી ફેલાય રહી છે તેને દ્વારા કોરોના નો રોગચાળો પણ ફાટી નીકળ્યો છે.

ડાકોર ઊંડા ફળીયા ,વડા બજારના રહીશો એ લેખિત ,મૈખિક રજુઆત કરી હતી, ત્યાર પહેલા વિજયભાઈ પી પંડ્યા દ્રારા છેલ્લા 5 વર્ષ થી લેખિત માં અરજી આપેલ છે પરંતુ ડાકોર નગરપાલિકા દ્વારા કોઈજ કાર્યવહી કરવામાં આવી નથી.

છેલ્લા ઘણા બધા સમય થી વરસાદી વ્હેરો જે મંદિર ની ધર્મશાળા ના કામ મા બંધ કરેલ છે તેના કારણે વરસાદી પાણી નો જે નિકાલ થવો જોઈ એ તે થઈ સકેલ તેમ નથી. જેને કારણે ત્યાં ખૂબ જ પ્રમાણ મા ગંદકી થયેલ છે. તેની સફાઈ માટે પણ વારંવાર અરજી કરવામાં આવવા છત્તા પણ તે વહેરા ને અજું ખોલવામાં આવ્યો નથી તેને કારણે આજુ બાજુ રહેતા લોકો બીમારી નો સામનો કરી રહ્યા છે.

તે મંદિર ની પ્રાઇવેટ પ્રેમાઇસિસ છે તે ફક્ત ચોમાસા માટે પાણી નિકાલ માટે નો વહેરો છે છતાં પણ મંદિર તરફ થી તે જગ્યા ને પુરાવી દેવામાં આવેલ છે તેની કાયદેસર ની નગરપાલિકા તરફ થી ૨ વખત મંદિર ને નોટિસ આપવામાં આવેલ છે તે છત્તા મંદિર તરફ થી તેનો કોઈ હલ કરવામા આવ્યો નથી.

અને તેના કારણ એ તે વહેરા ની આગળ પાછળ રહેતા લોકો ને વધારે મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે છે અને ગંદકી ન કારણ એ કોરોના વાયરસ નો સિકાર બની રહ્યા છે .

૩૬૫ ડે ન્યૂઝ તરફ થી મંદિર ને નમ્ર વિનંતિ કરવામાં આવે છે કે આ વહેરા નો નિકાલ કરવાનું કામ ઝડપ થી હાથ ધરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.