834 Total Views
– ઉડતી ક્વોરી ડસ્ટથી આરોગ્યસંબંધી સમસ્યાઓ પણ વધી
– ઉડતી ધૂળથી રાત્રિના સમયે અકસ્માતના બનાવ પણ વધ્યા : સમગ્ર વિસ્તારમાં ધૂળની રજકણો
નડિયાદ : ઠાસરા રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતો ડાકોર-સેવાલિયા નેશનલ હાઇવે ધુળીયો બન્યો છે. રેલ્વે સ્ટેશન નજીક આવેલ દુકાનોના માલિક અનેગ્રાહકો મુશ્કેલીમાં મૂકાયા છે. માર્ગઅને મકાન વિભાગ દ્વારા ખાડા બૂરવા માટે નાખવામાં આવેલ ડસ્ટ સ્થાનિકો માટે મૂસિબત બની છે.
ડાકોર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસામાં પડેલ ખાડા બૂરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરી હતી.પરંતુ ડાકોર-સેવાલિયા નેશનલ હાઇવે પર ખાડાબૂરી વિભાગ દ્વારા ડસ્ટ પાથરવામાં આવી છે.આ ડસ્ટ રોડ સાથે ચોટી ન હોવાથી વાહનોના ટાયરો સાથે હવામાં ઉડે છે. જેના કારણ રેલ્વે સ્ટેશન પાસે આવેલ દુકાનોના માલિકો અનેસ્થાનિક નાગરિકો મૂશ્કેલીમાં મૂકાયા છે. ખાડા બૂરવા માટે પાથરવામાં આવેલ ક્વોરી વેસ્ટ પર પાણી કે અન્ય સામગ્રી ન નાખતા વેસ્ટ ધુળની રજકણો રોડ ઉપર હવામાં ઉડે છે. જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકો મૂશ્કેલીમાં મૂકાયા છે.રેલ્વે સ્ટેશન પાસે આવેલ દુકાનો અને ખાનગી હોટલ સંચાલકો આ ડસ્ટ ઉડવાના કારણે મૂશ્કેલીમાં મૂકાયા છે. ક્વોરી ડસ્ટ ઉંડવાને કારણે દુકાનમાં રહેલ ચીજવસ્તુઓ પર પડે છે તેના કારણે તેમનો માલ વેચાણ ન થતો હોવાનુ પણ દુકાન માલિકો જણાવી રહ્યા છે.વળી રાતના સમયે આ ઉડતી ધુળના કારણે વાહન ચાલકોને રસ્તો સ્પષ્ટ ન દેખાતા અકસ્માતો પણ સર્જાય છે. ખાડા બૂરવા માટે કપચાનો ઢગલો કરવામાં આવ્યો છે.જે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટે અડચણરૂપ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. આ બનાવ અંગે સ્થાનિક નાગરિકો દ્વારા ડાકોર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે રોડ હોય તો ધુળ તો ઉડે જ નહી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આ સમસ્યાના નિવારણ માટે આગામી સમયમાં સ્થાનિક નાગરિકો ઠાસરા-ગળતેશ્વર તાલુકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવશે તેમ જણાવ્યુ હતુ.
વળીઆ અંગે સ્થાનિકોએ રોષ પૂર્વક જણાવ્યુ હતુ કે આ રસ્તા પરથી ઠાસરા તાલુકાના પ્રાંત અધિકારી અને મામલતદાર પણ આજ રસ્તા ઉપર આવેલ તેમના રહેઠાણોમાં થી ઓફિસ આવ જાવ કરે છે ,તેમ છતા કોઇ પગલા લઇ ન રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ.