GUJARAT

ડાકોર રણછોડરાય મંદિર 18મી તારીખથી ખુલશે: પહેલા 5 દિવસ ડાકોરના સ્થાનિક ભક્તો જ કરી શકશે દર્શન

 430 Total Views

◆ડાકોર રણછોડરાય મંદિર 18મી તારીખથી ખુલશે: પહેલા 5 દિવસ ડાકોરના સ્થાનિક ભક્તો જ કરી શકશે દર્શન ◆
અનલોક 1 માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળો
એવા અંબાજી,સોમનાથ,દ્વારકા,સહિતના મંદિર દર્શનાર્થીઓ માટે ખુલી ગયા છે.જ્યારે ડાકોર રણછોડરાય મંદિર ખુલ્યું નહોતું. “ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ” ના ભાવ સાથે લોકડાઉન ખુલ્યા બાદ રોજ બરોજ યાત્રિકોની સંખ્યા તો વધતી જાય છે.શ્રદ્ધાળુઓ બંધ બારણે માથું ટેકવી શ્રીજીપ્રભુની ફરરર ફરકતી ધજાના દર્શન કરી ભાવવિભોર થઈ પરત ફરતા હતા.જોકે હવે શ્રીજી ના ભક્તિ વિરહમાં વિહરતા ભક્તોને વિરહયોગ પૂર્ણ થાયો છે અને હવે પૂર્ણપુરસોત્તમ પ્રભુ રણછોડરાય ભક્તોન 18 જૂને દર્શન લાભ આપશે ની સાર્વજનિક જાહેરાત ટ્રસ્ટીઓની સૂચના મુજબ મેનેજરે કરી છે.

◆ખેડા કલેકટર અને ડીએસપી ડાકોર મુલાકાત દરમ્યાન ડાકોર મંદિર અને ગોમતી તળાવની મુલાકાત લઈ સ્થાનિક પ્રશાસન અને મંદિર મેનેજમેન્ટ ને યોગ્ય દિશા નિર્દેશ અને સૂચનાઓ આપી હતી.જોકે ડાકોર મંદિરમાં બંધ બારણે કલેકટર અને મંદિર મેનેજમેન્ટ વચ્ચે થયેલ મીટીંગ થઈ તે બાદ ડાકોર સર્કિટ હાઉસ ખાતે મળેલ સ્થાનિક સરકારી અધિકારી ગણ અને મંદિર મેનેજરો સાથે મંદિર ખોલવા બાબતેની તમામ તૈયારીઓ અંગે સમીક્ષા મીટીંગ મળી હતી.ડાકોર મંદિર મેનેજમેન્ટ અને સ્થાનિક સરકારી તંત્ર વચ્ચે તમામ વ્યવસ્થા બાબતે તાલમેલ ગોઠવાયો. મંદિર ખોલવા અંગે ની 18 તારીખ મંદિર મેનેજમેન્ટ કમિટી દ્વારા અને જાહેર કરાઈ છે.જેને લઈ ભક્તોમાં ઉત્સવ આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.🇮🇳⛳

Leave a Reply

Your email address will not be published.