989 Total Views
રણછોડરાયજીના ભક્તો માટે ખુશીના સમાચાર
સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ મળશે
૧૮ મી તારીખ થી મંદિર ના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર.
- ૬:૩૦ વાગ્યે મંદિર ખુલશે, ૬:૪૫ વાગ્યે મંગળા આરતી, મંગળા આરતી બાદ ૮:૪૫ સુધી દર્શન ખુલ્લા રહેશે.
- ૮-૪૫ થી ૯-૧૫ સુધી શ્રી ઠાકોરજી બાલભોગ , શણગારભોગ અને ગોવાળભોગ આરોગવા બિરાજીને દર્શન બંધ રહેશે.
- ૯:૨૦ થી ૧૧ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
- ૧૧:૫૦ થી ૧ વાગ્યા સુધી દર્શન કરી શકાશે આરતીના સમયે ભક્તોને પ્રવેશ નહીં મળે.
ત્યારબાદ અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.મહાભોગ તથા મનોરથ ના દિવસે અનુકૂળતા મુજબ રાજભોગ આવવાના રહેશે.
સાંજના દર્શન સમય
- ૪ વાગે નીજમંદિર ખુલી ૪-૧૫ વાગે ઉત્થાપન આરતી થશે.(આરતી સમયે વૈષ્ણવ શ્રી નો પ્રવેશ બંધ)
- ૪-ર૦ થી ૫-૦૦ વૈષ્ણવશ્રીઓ માટે દર્શન ખુલ્લા રહેશે..
- પ-૦૦ થી ૫-૨૦ શ્રી ઠાકોરજી શયનભોગ આરોગવા માટે બીરાજશે દર્શન બંધ રહેશે.
- ૫-૨૦ વાગે શયન આરતી થશે. (આરતી સમયે વૈષ્ણવ શ્રી નો પ્રવેશબંધ)
- ૫-૨૫ થી ૬-૦૦ વૈષ્ણવીઓ માટે દર્શન ખુલ્લા રહેશે.
- ૬ થી ૭ શ્રી ઠાકોરજી સખડીભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે.
- ૭-૦૦ થી ૭-૪૫ વૈષ્ણવશ્રીઓ માટે દર્શન ખુલ્લા રહેશે, ૭-૪૫ સખડીભોગના દર્શન બંધ થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે.