Kheda (Anand)

ડાકોર રણછોડરાયજી મંદિર ભક્તો માટે ૧૮ મી તારીખ થી ખુલ્લું મુકાયું

 549 Total Views

રણછોડરાયજીના ભક્તો માટે ખુશીના સમાચાર

સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ મળશે

૧૮ મી તારીખ થી મંદિર ના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર.

  • ૬:૩૦ વાગ્યે મંદિર ખુલશે, ૬:૪૫ વાગ્યે મંગળા આરતી, મંગળા આરતી બાદ ૮:૪૫ સુધી દર્શન ખુલ્લા રહેશે.
  • ૮-૪૫ થી ૯-૧૫ સુધી શ્રી ઠાકોરજી બાલભોગ , શણગારભોગ અને ગોવાળભોગ આરોગવા બિરાજીને દર્શન બંધ રહેશે.
  • ૯:૨૦ થી ૧૧ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
  • ૧૧:૫૦ થી ૧ વાગ્યા સુધી દર્શન કરી શકાશે આરતીના સમયે ભક્તોને પ્રવેશ નહીં મળે.

ત્યારબાદ અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.મહાભોગ તથા મનોરથ ના દિવસે અનુકૂળતા મુજબ રાજભોગ આવવાના રહેશે.

સાંજના દર્શન સમય

  • ૪ વાગે નીજમંદિર ખુલી ૪-૧૫ વાગે ઉત્થાપન આરતી થશે.(આરતી સમયે વૈષ્ણવ શ્રી નો પ્રવેશ બંધ)
  • ૪-ર૦ થી ૫-૦૦ વૈષ્ણવશ્રીઓ માટે દર્શન ખુલ્લા રહેશે..
  • પ-૦૦ થી ૫-૨૦ શ્રી ઠાકોરજી શયનભોગ આરોગવા માટે બીરાજશે દર્શન બંધ રહેશે.
  • ૫-૨૦ વાગે શયન આરતી થશે. (આરતી સમયે વૈષ્ણવ શ્રી નો પ્રવેશબંધ)
  • ૫-૨૫ થી ૬-૦૦ વૈષ્ણવીઓ માટે દર્શન ખુલ્લા રહેશે.
  • ૬ થી ૭ શ્રી ઠાકોરજી સખડીભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે.
  • ૭-૦૦ થી ૭-૪૫ વૈષ્ણવશ્રીઓ માટે દર્શન ખુલ્લા રહેશે, ૭-૪૫ સખડીભોગના દર્શન બંધ થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે.

Leave a Reply

Your email address will not be published.