1,054 Total Views
ડાકોર માં કોરોના પોઝિટિવ કેસ માં સતત વધરો આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો આંકડો 9 એ પહોંચ્યો
જેમાં થી અમુક પેશન્ટ સાજા થઈ ને ઘરે પરત આવી ગયા છે જ્યારે અમુક પેશન્ટ ની હાલત સારવાર હેઠળ સુધારા પર છે.
ડાકોર માં કાછીયા ની વાડી પાસે ભાડા ના મકાન માં રહેતા કવિરાજ દિલીપસિંહ રાઉલજી નામ ના વ્યક્તિ નો કોરોના પોઝિટવ આવતાં ૨ દિવસ થી રાહત નો શ્વાસ લેતા ડાકોર ગામ માં ચિંતા નું મોજું ફરીવર્યું છે.
વધુ માં સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ઠાસરા તાલુકા માં આવેલ રખિયાલ ગામ નો યુવાન જે હાલ ડાકોર માં કાછીયા ની વાડી પાસે ભાડુઆત તરીકે રહે છે અને નોકરી અર્થે અપડાઉન કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ડાકોર નગર પાલિકા દ્વારા સમગ્ર વિસ્તાર ને કેટનમેન્ટ કરી સેનેટાઇઝ કરવા માં આવ્યો તથા હિસ્ટરી ની તપાસ કરી સંપર્ક માં આવેલ તમામ લોકો ને હોમ ક્વોરાંટાઇન કરવા ની પ્રક્રિયા હાથ ધરવા માં આવી.
આંકડો ચિંતાજનક સપાટીએ પહોંચે એ પહેલા ડાકોર ની જાગૃત જનતા દ્વારા પોતાની ફરજ સમજી સરકાર દ્વારા આપવા માં આવેલા સૂચનો નું પાલન કરી ને કોરોના ને હરાવી શકાય છે..