Kheda (Anand)

ડાકોર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખે પ્રાણત્યાગ માટે મંજૂરી માંગી

 568 Total Views

યાત્રાધામ ડાકોરમાં છેલ્લા કેટ લાક સમયથી ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. ખાનગી માલિકી હોય કે સરકારી જમીન આવક તંત્રનો કોઇ જ ભય રહ્યો નથી. ડાકોર એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે આરએનબીની જગ્યામાં ગેરકાયદે રીતે શોપિંગ સેન્ટર નું નવીન બાંધકામ કરવામાં આવ્યું છે.

હાલ બાંધકામ પૂર્ણતાને આરે છે. આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ રજૂઆત કરનાર ડાકોર પાલિકા પૂર્વ ઉપપ્રમુખ નરેશભાઈ સેવકે મુખ્યમંત્રીને ફરિયાદ કરી ગેરકાયદે બાંધકામ સામે પગલાં ભરવા અથવા પ્રાણ ત્યાગ કરવાની મંજૂરી માંગતા હલચલ મચી ગઇ છે.

આ અંગે નરેશ સેવકે જણાવ્યું હતું કે, એસટી સ્ટેન્ડ પાસે આવેલા અને ટ્રાફીકને અડચણરૂપ ગેરકાયદેસર બાંધકામ બાબતે લાખનો ભ્રષ્ટાચાર આચાર્ય છે અને વળી અહીં અવરજવર કરતા એસટી બસ અને યાત્રાળુ મુસાફરોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. ડાકોર નગરપાલિકાના ચાલુ સત્તાધિશો અને સરકાર દ્વારા નિમણુંક પામેલા અધિકારી તેમજ આરએનબીના અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું બાંધકામ કરવામાં આવ્યું છે.

જેથી નરેશભાઈ સેવકે મુખ્યમંત્રીને અરજી કરી ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલ આ શોપિંગ સેન્ટર તોડી પાડી દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે. અન્યથા પ્રાણ ત્યાગ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી છે.

આપઘાતની ચિમકી ઉચ્ચારતા પોલીસે જામીન લીધા..

એસટી બસ સ્ટેન્ડ પાસે દુકાનદારો દ્વારા શોપિંગ સેન્ટરના નવીનીકરણ દરમિયાન વધુ સરકારી જમીન પણ પચાવી પાડી છે. નરેશભાઈ સેવક દ્વારા છેલ્લા છ મહિનામાં સંબંધિત તમામ કચેરીઓ, મંત્રીઓ અને અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે. એકવાર આત્મઘાતી અરજી આપતા ડાકોર પોલીસે તેના પાકા જામીન પણ લીધા હતાં.

Leave a Reply

Your email address will not be published.