3,082 Total Views
પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોર નગરપાલીકા છેલ્લા દોઢ વર્ષ થી હાઇકોર્ટ ના વિવાદો માં સપડાએલી છે ડાકોર નગરપાલિકાના ના પ્રમુખ ના ઇલેક્શન માં સસ્પેન્ડ થયેલા 7 સભ્યો એ મતદાન કર્યું હતું
જેને ચેલેન્જ રાજેશભાઇ મોહનભાઇ પટેલે સિંગલજજ શ્રી જે આર ઉઘવાની સાહેબ ની કોર્ટ માં કર્યું હતું તે ઉપર કોર્ટે પ્રમુખ ની સત્તા ઓ છીનવી અને સ્ટે આપ્યો હતો જેને પ્રમુખ ના વકીલ દ્વારા હાઇકોર્ટ સિંગલ જજ શ્રી બીરેન વૈષ્ણવ સાહેબ ની કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો અને વૈષ્ણવ સાહેબ ની કોર્ટ ને અંધારા માં રાખી ને સ્ટે મેળવ્યો હતો
જેના થઈ નારાજ થઈ ને હાઇકોર્ટ ના સ્ટે ઉપર રાજેશભાઇ પટેલ ના વિધવાન વકીલ શ્રી ચિત્રજીત ઉપાધ્યાય સાહેબ એ પ્રમુખ ની ફાઇનસીયલ વર્ક નહિ કરવાનો સ્ટે મેળવ્યો હતો જેનાથી નારાજ થઈ પ્રમુખ મુરીબેન પટેલ ના વકીલ દ્વારા કાઇકોર્ટ ની જોઈન્ટ બેચમાં કેશ દાખલ કર્યો હતો જેની આજે મુદત હતી જેમાં ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમાર દ્વાર આરીતે કોર્ટ નો આવા કપરા સમય માં ટાઈમ ખરાબ કર્યો અને આવી ખોટી મેટર દાખલ કરી તેના માટે ડાકોર નગર પાલિકા ના પ્રમુખ ને એક લાખ નો દંડ કર્યો હતો
પરંતુ તેના વકીલ ની રેહેમ નજર રાખી કોર્ટે 50000 નો દંડ ફટકાર્યો હતો અને આગામી 18 મી તારીખે હાઇકોર્ટ માં ચાલતી મેટર નું હિયરિંગ કરી પતાવી દેવાનું ડાઈરેક્શન આપ્યું હતું.