Kheda (Anand)

ડાકોર નગરપાલિકા મા આગામી અધી વર્ષના શાસન માટે હુકમ નું પત્તું અપક્ષો ના હાથ માં દેખાય રહ્યું છે

 573 Total Views

આજે ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની પ્રમુખ ઉપપ્રમુખ પદની અઢી વર્ષનો કાર્યકાળ પુરો થાય છે. ત્યારે આગામી અઢી વર્ષનો તાજ કોના શિરે મુકાશે અને સત્તાના કેવ સમીકરણો રચાશે તે બાબતે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે પાંચ નગરપાલિકાના પ્રમુખ. ઉપપ્રમુખની ચૂંટણી પૈકી ખુબ જ ચર્ચાસ્પદ ચૂંટણીના સમીકરણો ડાકોર પાલિકાના સત્તાધિશો માટે મંડાઈર રહ્યાછે.

અને તે માટે રાજકીય ગતિવિધિઓ જોરશોરથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ડાકોર નગરપાલિકાના કુલ ૨૮ સભ્યો પૈકી ભાજપ પાસે ૧૧ સભ્યો છે. અને પાર્ટીએ દરેક સભ્યોને પ્રમુખપદનો મેન્ડેટ ધરાવતા ઉમેદવાર માટે જ મત આપવા વ્હીપ જારી કરી દીધો છે. અગાઉ અઢી વર્ષ પહેલાં ડાકોર પાલિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પક્ષના વહીપ વિરુદ્ધમાં જઈ ૧૧ પૈકી સાત સભ્યોએ ક્રોસ મતદાન કર્યું હતું.

ત્યારે આ વખતે સભ્યો પક્ષના વહીપનું ખરેખર કેટલું પાલન કરે છે? અને કેટલા સભ્યો વોટીંગ કરે છે ? તે બાબતે પણ રાજકીય અટકળોએ જોર પકડયું છે. ડાકોર પાલિકામાં ૧૧ સભ્યો ભાજપમાં છે. અને ૧૭ અપક્ષ સભ્યો છે. ત્યારે અઢી વર્ષ પછી ડાકોર પાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખપદે હુકમનું પતુ અપક્ષો જ હાથમાં છે ? અને તે કેવો ખેલ પા વિશ્લેષકોની નજર છે.

Leave a Reply

Your email address will not be published.