987 Total Views
ડાકોર માં રહેતા અમરસિંહ રામસિંહ પરમાર(ઉં.વ. ૫૭) ધંધો વકીલાત રહે. ડાકોર સમડાવાળુ ફળિયું તા.ઠાસરા જી.ખેડા નો પુત્ર ગામ માં જઈ ને આવુછું તેમ કહી ને તેમનો પુત્ર મરણ જનાર યુવરાજસિંહ અમરસિંહ પરમાર ૨૪-૦૮-૨૦૨૦ ના રોજ ડાકોર ગામમાં જાઉં છું એમ કંઈ ઘરેથી નીકળ્યા હતા.
અને જેની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી ડાકોર પોલીસ સ્ટેશન ગુમ.જા.જોગ નં.૪૨/૨૦૨૦ કલાક ૧૧/૩૦ તા.૨૫/૦૮/૨૦૨૦ ના રોજ દાખલ કરવામાં આવેલ અને આ કામે ગુમ થનાર યુવરાજસિંહ અમરસિંહ ની લાશ તારીખ ૨૫/૦૮/૨૦૨૦ ના ૬:૩૦ કલાકે ગોમતી તળાવના પાણીમાંથી મળી આવેલ હતી.
અને મરણ જનાર કોઈ કારણસર ગોમતી તળાવના પાણીમાં પડી જઈ મરણ ગયા અં.મોત નંબર ૨૩/૨૦૨૦ સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આશાસ્પદ યુવાન નું મૃત્યુ થવાથી પરિવાર તથા ડાકોર ગામ માં શોક નું મોજું ફરીવર્યું હતું.
🙏 સાચા અને ઝડપી સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજ પણ ફોલો કરો🙏