GUJARAT

Cyclone Tauktae : સૌરાષ્ટ્રના કયા રોડ રોડ પર 5 પેટ્રોલપંપ થયા ધરાશાયી? પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ

 647 Total Views

રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે.

અમરેલીઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાની ખૂબ જ અસર જોવા મળી હતી. રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે.

ભાવનગર જિલ્લામાં દરિયો બન્યો તોફાની, કેટલા ફૂટ ઉંચા ઉછળ્યા મોજા?

ભાવનગરઃ ગુજરાતમાં ગઈ કાલે રાતે તૌકતે વાવાઝોડાનું આગમન થયું છે, જેને કારણે ઠેર ઠેર વરસાદ પડ્યો હતો અને અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. એટલું જ નહીં, ગુજરાતમાં વાવાઝોડામાં 3 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે. 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાના પગલે ઘોઘાનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. વાવાઝોડું પસાર થયા બાદ તોફાનની અસર યથાવત જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં લગાવી દેવામાં આવી કલમ 144, કોને નિયમ લાગું નહીં પડે?

બોટાદઃ ગુજરાતમાં વાવાઝોડાને પગલે ગઈ કાલે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ શહેરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી. આ પછી આજે બોટાદ જિલ્લામાં કલમ 144  લાગુ કરાઈ. તાઉતે વવાઝોડાના પગલે નાયબ કલેકટર મુકેશ પરમારે જાહેરનામું બહાર પાડ્યું.

કોઈપણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવા આદેશ જારી કર્યો છે. ઇમર્જન્સી સેવા આપનાર વ્યક્તિ તેમજ વાહનોને લાગુ નહિ પડે જાહેરનામું. આજે રાત્રે 12 કલાક સુધી જાહેરનામું રહેશે.  જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published.