GUJARAT

Cyclone Tauktae: સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં 8 ઈંચ વરસાદથી પાણી જ પાણી, જાણો ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ

 730 Total Views

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, શેલણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈન, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

ગાંધીનગરઃ વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, શેલણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈન, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

અમરેલીના સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ,  ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદી માહોલ છે. ચુડા તાલુકામાં રાત્રે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ચુડા તાલુકા વીજળી ગુલ થઈ છે.

ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે?

૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,

૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.

Leave a Reply

Your email address will not be published.