GUJARAT

Coronavirus Cases India: દેશમાં પ્રથમ વખત નોંધાયા દૈનિક 4200થી વધુ મોત, લોકોમાં ફફડાટ

 692 Total Views

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન ભારતમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 4200થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ- બે કરોડ 33 લાખ 40 હજાર 938
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
કુલ એક્ટિવ કેસ – 37 લાખ 04 હજાર 099
કુલ મોત – 2 લાખ 54 હજાર 197

Leave a Reply

Your email address will not be published.