1,060 Total Views
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4106 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,78,741 લોકો ઠીક પણ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. જોકે આજે કોરોનાના કેસને લઈ રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુઆંક યથાવત્ રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4106 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,78,741 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 49 લાખ 65 હજાર 4563
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 11 લાખ 74 હજાર 076
- કુલ એક્ટિવ કેસ – 35 લાખ 16 હજાર 997
- કુલ મોત – 2 લાખ 74 હજાર 390