International

કોરોના ના નવા સ્ટ્રેનના કારણે જ બ્રાઝિલમાં રોકેટ ગતિથી સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે.

 1,254 Total Views

છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકના વૈજ્ઞાનિકોએ દેશમાં જ મ્યુટેટ થયેલા ૩ સુપર કોવિડ સ્ટ્રેનની ઓળખ કરી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વિશ્વભરમાં કોરોના વાઇરસ મ્યુટેટ થઇને નવા સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમ લોકો સંક્રમિત થતાં જશે તેમ વધુ ચેપી સ્ટ્રેન ઉદ્દભવતાં રહેશે. ફ્રેડ હચીસન કેન્સર સેન્ટરના વૈજ્ઞાનિક ડો. ટ્રેવર બ્રેડફોર્ડે જણાવ્યું હતું કે, ગંભીર કોરોના સંક્રમણના કિસ્સામાંથી નવા સ્ટ્રેન ઉદ્દભવી રહ્યાં છે. આ પ્રક્રિયામાં ઇમ્યુન સિસ્ટમ વાઇરસ પર ઇમ્યુનિટીથી બચવા માટેનું દબાણ સર્જે છે અને વાઇરસ કોષોમાં અડ્ડો જમાવે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ વાઇરસને શરીરમાં લાંબો સમય રહેવાની પરવાનગી આપે છે.ઇમ્યુન સિસ્ટમ સાથેની લાંબી લડાઇના કારણે વાઇરસ વધુ સશક્ત બનતો જાય છે. જ્યારે વ્યક્તિમાં લાંબા સમય સુધી વાઇરસનુ સંક્રમણ રહે છે ત્યારે તેને મ્યુટેટ થવાની વધુ તક પ્રાપ્ત થાય છે. હવે બ્રિટનમાં બ્રાઝિલમાં ડેવલપ થયેલો નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે જે કોરોના સંક્રમણમાંથી મુક્ત થયેલા લોકોને ફરીવાર સંક્રમિત કરી શકે છે. પ્રોફેસર વેન્ડી બાર્કલેએ જણાવ્યું હતું કે, બ્રાઝિલનો નવો સ્ટ્રેન થોડા સમય પહેલાં જ બ્રિટનમાં આવ્યો હોવાની સંભાવના છે. આ નવા સ્ટ્રેનના કારણે જ બ્રાઝિલમાં રોકેટ ગતિથી સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. બ્રિટન અને બ્રાઝિલના સ્ટ્રેન કોરોનાની રસી સામે લડવાની ક્ષમતા હાંસલ કરી લે તેવો પણ ભય સેવાઇ રહ્યો છે. વિશ્વમાં કોરોનાના કેસ ૧૦ કરોડ નજીક પહોંચી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

ભારતમાં કોરોનાના દર્દીઓમાં હર્પીઝ જોસ્ટર, લિમ્ફ નોડ્સના દુર્લભ કેસ

કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાં દુર્લભ સમસ્યાઓ જોવા મળી રહી છે. જયપુરમાં કોરોનાના એક દર્દીમાં હર્પીઝ જોસ્ટરનું સંક્રમણ જોવા મળ્યું છે. તે ઉપરાંત એક દર્દીના લિમ્ફ નોડ્સ વધેલા જોવા મળ્યાં હતાં. સવાઇ માનસિંહ હોસ્પિટલના ડોક્ટરોએ આ લક્ષણને સિન્ડ્રોમ નામ આપ્યું છે. ભયજનક વાત એ છે કે એક દર્દીમાંહર્પીઝ જોસ્ટરનું સંક્રમણ આંખ અને નાભિ નજીક જોવા મળ્યું છે. ડોક્ટરોનો દાવો છે કે આ દુનિયાનો પહેલો કેસ છે જેમાં હર્પીઝ જોસ્ટર શરીરના બે હિસ્સામાં જોવા મળ્યું છે.

કોરોના વાઇરસની તપાસ કરવા પહોંચેલી હૂની ટીમને ચીને ક્વોરન્ટાઇન કરી

કોરોનાના ઉદ્દભવની તતપાસ કરવા ચીનના વૂહાન પહોેચેલી વિશ્વ આરોગ્યસંસ્થાની ટીમને ચીને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇન કરી દીધી છે. ૧૫ સભ્યોની ટીમના બે સભ્યોના સિંગાપોરમાં જ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને સિંગાપોરમાં જ અટકાવી દેવામાં આવ્યાં હતાં. હવે ટીમ ક્વોરન્ટાઇનમાં રહીને ઓનલાઇન તપાસ કરશે.

કોરોના વર્લ્ડ મીટર

ફ્રાન્સમાં વિદેશથી આવનારા માટે પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત, ૭ દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે
જર્મનીમાં ૨૪ કલાકમાં ૧૦૦૦ દર્દીનાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખને પાર
ફ્રાન્સમાં શાળાઓ શરૂ કરતાં પહેલાં ૧૦ લાખ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાશે
બ્રાઝિલની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત, ગંભીર દર્દીઓને મોટા શહેરોની હોસ્પિટલમાં શિફ્ટ કરાયાં

Leave a Reply

Your email address will not be published.