Kheda (Anand)

ડાકોર માં કોરોના ની માહિતી સમયસર ના મળતા જનતા માં ભારે આક્રોશ

 632 Total Views

ડાકોર માં કોરોના મહામારી એ અવે તાંડવ શરૂ કરી દીધું છે રોજના ચિંતા જનક કેસ સામે આવી રહ્યા છે.

ત્યારે મીડિયા માં કોરોના પોઝિટિવ લોકો ના નામ ના આપવા માં આવિરહ્યા ના હોવાથી ડાકોર ના લોકો એકબીજા ને પૂછી પૂછી કામ ચલાવી રહ્યા છે.

ડાકોર ના લોકો અનલૉક પ્રક્રિયા થી હાલ ડાકોર માં હરી ફરી શકે છે.

જેઓને પોઝિટિવ લોકો ના નામ જ ખબર ના પડે તો તેઓ ને કેમની ખબર પડે કે અમે પોઝિટિવ વ્યક્તિ ના સંપર્ક માં આવ્યા હતા?

શું તેઓ બીજા ને સંક્રમિત ના કરી શકે? આવિરિતે મહામારી અટકશે?

જો તંત્ર દ્વારા મીડિયા કર્મી ઓ ને સમયસર માહિતી આપવા માં આવે એ પણ પોઝિટિવ લોકો ના નામ સાથે તો તેઓના સંપર્ક માં આવેલા અન્ય લોકો બીજાને સંપર્ક માં અવાનું ટાળી ઘર માં હોમ
કવોરન્ટઆઈન થઈ કોરોના ની રોગથામ ને રોકવા માં સરકાર ની મદદ કરી શકે છે. પણ ગણિત માં પાછું પડતું તંત્ર આંકડા ગણી નથી શકતું કે આપી નથી શકતું એ શંકા ઉપજવતો પ્રશ્ન ડાકોરના લોકો ને ઉદભવી રહ્યો છે.

સ્થાનિકો ને ખબરજ ના પડે કે કોને પોઝિટિવ આવ્યો છે.અને તેઓ પોઝિટિવ વ્યક્તિ ના સંપર્ક માં આવ્યા છે સંક્રમિત છે અને સંક્રમણ બીજા સુધી પહોચાડી રહ્યા છે.

આરોગ્ય ખાતા ની આંકડાકીય માહિતી ની ભૂલો ની PDF પણ ડાકોર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

માહિતી ઓનલાઇન લિંક જનતા ને જાહેર કરવા માં આવે તો જનતા પોતે જ વાંચી ને કોરોના પેશન્ટ ના સંપર્ક માં આવ્યા ની જાણ થતાં બીજાને સંક્રમિત કર્યા વિના કોરોના ની ફેલાતી મહા મારી ની બ્રેક કરવા માં ઘણો મોટો ફાયદો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.