Corona-live GUJARAT

જામનગર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધતો જાય છે…

 737 Total Views

જામનગર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધતો જાય છે ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે પરંતુ હજુ પણ કયાંક કયાંક સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળે છે.

જામનગરમાં કોરોના વાઈરસનો આખલો બેકાબૂ બન્યો છે અને તંત્રની વ્યાપક કોશિશ છતાં આ મહામારી કાબૂ બહાર જઈ રહી છે અને દરરોજ 100થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાઈ રહ્યા છે. તો મૃત્યુ દર પણ વધી રહ્યો છે. જામનગરમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે તો કોરોનાથી દર્દીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે.

જોકે તંત્ર દ્વારા મૃત્યુના સાચા આંકડા જાહેર કરવામાં આવતા નથી તેવી પણ બૂમો પડી રહી છે. આ બાબતે જયારે સંદેશ ન્યૂઝ દ્વારા આ બાબતે લોકોને લોકોને કહ્યું ત્યારે લોકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા કે સરકાર માત્ર વાત કરે છે અને જાહેરનામું બહાર પડે છે. પરંતુ કોરોનાનાં સાચા આંકડા જાહેર કરતી નથી.

જામનગર સહિત જિલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સ અને વગર માસ્ક દ્વારા લોકો ફરી રહ્યા છે. તો બીજી બાજુ નાગરિકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે, સરકારી ઓફિસોમાં ક્યાંય પણ કોરોનાના નિયમની અમલવારી થતી નથી. માત્ર જ્યાં જુઓ ત્યાં માત્ર દરરોજના નિયમ ભંગના કેસો કરી સંતોષ મને છે, તો બીજી બાજુ સરકારી કાર્યક્રમોમાં લોકો ઉમટી પડે છે તે કાર્યક્રમો બંધ કરવા જોઈએ.

નોંધનિય છે કે, જામનગરમાં અત્યાર સુધીમાં 3807 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે અને 29 લોકોનો જીવ આ મહામારી લઇ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published.