1,268 Total Views
નવસારી જિલ્લા આરોગ્ય ખાતામાં કરાર આધારિત આઉટસોર્સિંગમાં ભરતી કરાયેલા કોરોના વોયિરર્સ સ્ટાફ છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત હોવાનું બહાર આવ્યું છે. આ કર્મચારીઓ નિયમિત સેવા આપી રહ્યા છે પરંતુ પગાર સમયસર થતો નથી અને પગાર પણ ઓછો મળે છે તથા બોનસ પણ મળતું નથી. આ ઉપરાંત વર્ષ 2015થી એરિયર્સ પણ બાકી છે. આવા અનેક આરોપ સાથે સ્ટાફ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન અપાયું છે.
નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય ખાતામાં કરાર આધારિત આઉટસોર્સિંગથી ભરતી કરાયેલા સ્ટાફ દ્વારા પોતાને લોકડાઉન સમયમમાં અનેક સમસ્યા ઊભી થઇ છે. તેને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપતાં જણાવ્યું કે, જિલ્લાના જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કરાર આધારિત એફ.એચ. ડબલ્યુ સેવકો અને ડ્રાઇવરોને પગારની બાબતમાં હંમેશા વિલંબ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાઓથી પગાર કરવામાં આવતો નથી. વૈશ્વિક મહામારીના સમયમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવનારાઓ સાથે પગાર બાબતે અન્યાય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન અંગે મુખ્યમંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં રૂ. 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં નવસારી જિલ્લામાં માત્ર એક જ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વાંસદા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ નથી. જેથી સરકાર દ્વારા નવસારી જિલ્લામાં માત્ર ને માત્ર એક જ તાલુકાનો સમાવેશ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, તે શંકા ઉપજાવે છે.