GUJARAT

તાપમાનમાં ઘટાડાની સાથે જ વિવિધ સપાટી પર કોરોના વાયરસ લાંબા સમય સુધી જીવિત રહેશે.

 1,485 Total Views

કોરોના મહામારી ની વિરુદ્ધ આખી દુનિયા જંગ લડી રહ્યું છે. ત્યારે હાલમાં જ કરાયેલ એક અભ્યાસમાં ઠંડી દરમિયાન કોરોના વાયરસના વ્યવહારને લઈને કેટલીક નવી જાણકારીઓ સામે આવી છે જે જાણવી આપણા માટે જરૂરી છે.

ઠંડા હવામાનમાં લાંબા સમય સુધી સક્રિય

મેડિકલ જર્નલ બાયોકેમિકલ એન્ડ બાયોફિજિકલ રિસર્ચ કમ્યુનિકેશન્સ માં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં ઘટાડાની સાથે જ વિવિધ સપાટી પર કોરોના વાયરસ લાંબા સમય સુધી જીવિત રહેશે. વૈજ્ઞાનિકો (Scientist)એ કાચ (Glass) પર કોરોના વાયરસની અસરનો અભ્યાસ કર્યો છે. સામાન્ય તાપમાન અને ઓછા તાપમાનને લઈને કરવામાં આવેલ અભ્યાસમાં મળી આવ્યુ છે કે ઠંડા હવામાનમાં વાયરસ લાંબા સમય સુધી સક્રિય રહે છે.

પ્રદૂષણથી દૂર રહો

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક રિપોર્ટ પ્રમાણે લાંબા સમય સુધી પ્રદૂષણના પ્રભાવમાં રહેવાથી કોવિડ-19થી મોતનો ખતરો વધી શકે છે. તો શિયાળાના દિવસોમાં પ્રદૂષણનો ખતરો પણ વધી જાય છે. એવામાં પ્રદૂષણથી બચવાના તમામ ઉપાય પણ થવા જોઈએ.

ઠંડીના દિવસોમાં શરદી-ઉધરસ સામાન્ય વાત છે. આ દિવસોમાં લોકો મોટી સંખ્યામાં નિમોનિયાનો શિકાર થઈ જાય છે. જો નિમોનિયાના લક્ષણ દેખાય તો, તેને હળવાશમાં ન લો. ડૉક્ટરને દેખાડો અને જરૂરી હોય તો કોરોનાની તપાસ કરાવો. સામાન્ય તો કોરોના વાયરસની સૌથી ખતરનાક વાત એ છે કે, તેના લક્ષણ મોડેથી નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published.