1,056 Total Views
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.13 ટકા છે જ્યારે રિકવરી રેટ 88 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ ઘટીને 11 ટકાથી ઓછા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત આઠમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 222,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4454 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,02,544 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 67 લાખ 52 હજાર 447
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 37 લાખ 28 હજાર
કુલ એક્ટિવ કેસ – 27 લાખ 20 હજાર 716
કુલ મોત – 3 લાખ 3 હજાર 720
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.13 ટકા છે જ્યારે રિકવરી રેટ 88 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ ઘટીને 11 ટકાથી ઓછા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખઅયાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.