GUJARAT

રાજ્યોમાં અગાઉ શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળે છે.

 502 Total Views

દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટેની SOP શિક્ષણ વિભાગે તૈયાર કરી લીધી છે. દિવાળી બાદ શાળા કયા ધોરણે શરૂ કરી શકાય અને શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને SOPમાં આવરી લેવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાંની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તૈયાર કરેલી SOPમાં અનેક સુધારા વધારા કરવાની સૂચનાઓ શિક્ષણમંત્રી દ્વારા આપવામાં આવી છે. આગામી બુધવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભે તૈયાર થયેલી SOPને રજૂ કરવામાં આવશે અને પછી આખરી ઓપ આપી નિર્ણય કરવામાં આવશે.

સૂત્રોના હવાલેથી ખબર મળી રહ્યા છે કે જે રાજ્યોમાં અગાઉ શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળે છે, તેની સાવચેતી રાખવા માટે પણ શિક્ષણ વિભાગના અધિકારીઓએ ઉલ્લેખ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.