868 Total Views
દાહોદ, તા. ૧૮ : આજ રોજ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇટીઆઇના અધિકારીઓ, કર્મચારીઓએ સહિત કુલ ૧૦૩ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટના બધા સેમ્પલનું પરીણામ નેગેટિવ આવ્યું હતું.
ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્ય શ્રી કે.બી. કણઝરીયાએ જણાવ્યું કે, કોરોના મહામારી સામે સાવચેતી જ બચાવ છે. માટે આઇટીઆઇ ખાતે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ કર્મચારીઓએ સામે ચાલીને આ કેમ્પમાં ટેસ્ટ કરાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ટેસ્ટ ઇઝ બેસ્ટનું સૂત્ર આપ્યું છે. કારણ કે ટેસ્ટ કરાવાથી કોરોના સંક્રમણની જાણ જલ્દી થઇ જાય છે. અને જેટલી જલ્દી આ બિમારીની જાણ થાય એટલી જલ્દી સારવાર લઇને કોરોનાથી મુક્ત થઇ શકાય છે. સાથે આપણા નિકટના સંબધીઓને પણ આ બિમારીના સંક્રમણને રોકી શકાય છે.