GUJARAT

રાજકોટ જિલ્લા બેંકમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે…..

 948 Total Views

રાજકોટમાં કોરોનાનું કહેર વધતા હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા બેંકમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. બેંકના 14 કર્ચમારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા કોરોના સંક્રમિત બન્યા બાદ બેંકના જ 14 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. હાલ તમામ લોકોને હોમ આઈસોલેટ કરાયા છે. એટલું જ નહીં, બેંકમાં કોરોના વિસ્ફોટ થતાં ખેડૂતોની બેંકમાં અનેક કર્મચારોના રિપોર્ટ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અગ્રણી નેતા જયેશ રાદડિયા સાથે અનેક લોકોએ મુલાકાત કરી હતી, અનેક લોકો તેમના સંપર્કમા આવ્યા હતા. ત્યારે હવે કોરોનાનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે.

જયેશ રાદડિયા બાદ જિલ્લા સહકારી બેંકના કર્મચારી કોરોના સંક્રમિત બન્યા છે. રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ 14 કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.