652 Total Views
ચીન પર કોરોના વાયરસ ફેલવાને લઇને દુનિયાભરમાં આરોપ લાગતા રહ્યા છે અને ચીન દાવો કરી રહ્યું છે કે તેણે કોઈ જાણકારી છુપાવી નથી. જો કે હવે હોંગકોંગની એક વૈજ્ઞાનિકે આરોપ લગાવ્યો છે કે ચીનને આ વિશે પહેલાથી જાણ હતી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ વિશે કંઇ ના કર્યું. હોંગકોંગની સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થમાં વાયરૉલોજીની સ્પેશલિસ્ટ ડૉ. લિ મેંગ યેને ચીન પર આરોપ લગાવ્યો છે કે તેને ઘાતક કોરોના વાયરસ વિશે જાણ હતી અને તેણે જાણકારી છુપાવી.
ચીનને આ વાયરસ વિશે પહેલાથી જ ખબર હતી
લિ મેંગે એક વાતચીતમાં WHOનાં સલાહકાર પ્રોફેસર મલિક પેરિસ પર પણ આરોપ લગાવ્યો કે તેમણે આ વિશે કંઇ ના કર્યું. પેરિસ WHOથી માન્યતા પ્રાપ્ત એક લેબ સહ-નિર્દેશક છે. તો લિ મેંગ અત્યારે ચીનથી જીવ બચાવીને ભાગી છે. તેમણે કહ્યું કે, “મારું માનવું છે કે ચીની સરકારે જ્યારે કોરોના વાયરસનો દાવો કર્યો તેને તે પહેલાથી આ વિશે ખબર હતી.” તેમણે કહ્યું કે, “મારા સુપરવાઇઝર્સ ફીલ્ડનાં કેટલાક ટૉપ એક્સપર્ટ્સ છે, તેમણે પણ રિસર્ચ મહામારીની શરૂઆતમાં નજરઅંદાજ કર્યું જેનાથી મારું માનવું છે કે ઘણાનાં જીવ બચી શકતા હતા.”
WHOની ભૂમિકા પર ઉઠાવ્યો પ્રશ્ન
લિ મેંગનો આરોપ છે કે ચીન તેમની છબિ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અત્યારે તે પોતાનો જીવ બચાવીને હોંગકોંગથી ભાગી છે. લિ મેંગ દુનિયાનાં એ એક્સપર્ટ્સમાંથી એક છે જેમણે સૌથી પહેલા કોરોના વાયરસને સ્ટડી કર્યો હતો. તેમને યૂનિવર્સિટી/WHO લેબમાં તેમના સુપરવાઇઝર્સે 2019માં ડિસેમ્બરનાં મહિનામાં ચીનથી મળેલા SARS જેવા વાયરસનાં ક્લસ્ટરને સ્ટડી કરવા માટે આપ્યું હતુ. લિ મેંગને ચીનની સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં વૈજ્ઞાનિક દોસ્તે જણાવ્યું હતુ કે, ડિસેમ્બરમાં માણસોથી આ વાયરસ ફેલાશે તેવી સંભાવના છે, જ્યારે આના ઘણા સમય બાદ ચીન અથવા WHOએ આની પુષ્ટિ કરી હતી.
WHOએ પોતાના નિવેદનથી ફેરવી તોળ્યું
ત્યારબાદ જાન્યુઆરીમાં WHOએ નિવેદન જાહેર કરીને કહ્યું હતુ કે ચીની વહીવટી તંત્રનાં જણાવ્યા પ્રમાણે વાયરસથી કેટલાક દર્દીઓમાં ગંભીર બીમારી થઈ રહી છે અને આ સરળતાથી લોકોની વચ્ચે નથી ફેલાઈ રહ્યો. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે આને લઇને પુરતી જાણકારી નથી. ત્યારબાદ અચાનક આના પર વાત કરી રહેલા ડૉક્ટરોએ આના પર મૌન સાધ્યું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ WHOએ પોતાની વેબસાઇટની ટાઇમલાઇનમાં બદલાવ કર્યો છે અને દાવો કર્યો છે કે તેને COVID-19 વિશે જાણકારી ચીનથી નહીં, WHOનાં વૈજ્ઞાનિકો પાસેથી મળી છે. લગભગ 6 મહિના પહેલા WHO ચીફ ડૉ. ટેડ્રોસ એડનમે દાવો કર્યો હતો કે સંગઠનને ચીને COVID-19 વિશે જણાવ્યું હતુ