International

અમેરિકામાં કોરોના ના એક દિવસમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા.

 1,312 Total Views

અમેરિકા (America)માં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થોભવાનું નામ લઇ રહ્યું નથી. અમેરિકામાં કોરોના (Corona)ના એક દિવસમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે એટલે કે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના મતે અમેરિકામાં ગુરૂવારના રોજ છેલ્લાં 24 કલાકમાં COVID-19ના 2,10,000થી વધુ કેસ સામે આવ્યા છે. આ અમેરિકામાં મહામારી શરૂ થયા બાદથી લઇ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

યુનિવર્સિટીના આંકડા પ્રમાણે યુએસમાં ગુરૂવારના રોજ છેલ્લાં 24 કલાકમાં 2.10 લાખથી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ દરમ્યાન કોરોનાના લીધે 2907 લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસની બીજી લહેરની આશંકા વ્યકત કરાઇ છે.

અમેરિકા, ભારત અને બ્રાઝીલ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકામાં કોરોના સંક્રમણના કુલ કેસ 1.40 કરોડની નજીક પહોંચી ગઇ છે જ્યારે અત્યાર સુધી વાયરસના લીધે 2.73 લાખથી વધુ લોકોના જીવ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 83 લાખથી વધુ છે.

તો ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 95 લાખને પાર પહોંચી ગઇ છે. ભારતમાં વાયરસના લીધે 1.38 લાખ લોકોના જીવ ગયા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 89 લાખથી વધુ લોકો સંક્રમણથી ઉભરવામાં સફળ રહ્યા છે. તો દેશમાં 4.22 લાખ લોકોની કોરોનાથી સારવાર ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.