2,164 Total Views
અમદાવાદ (AMC Election) પૂર્વના સૈજપુર બોધા વોર્ડમાં ભાજપે (Ahmedabad BJP) જે બે મહિલાને ટિકિટ આપી છે તેના સંદર્ભમાં ઘેરો વિવાદ ઉભો થયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ભૂતકાળમાં સેક્સી ફિલ્મોના રાજા તરીકે જાણીતા બનેલાં પરિવારની મહિલા સભ્યને ટિકિટ અપાયાનું બહાર આવ્યા બાગ હવે આ જ વોર્ડની બીજી મહિલા ઉમેદવાર અંગે વિવાદ જાગ્યો છે.
Ads by
ભાજપે સૈજપુર બોઘા વોર્ડમાંથી રેશ્માબેન મનોજભાઈ કુકરાણીને ટિકિટ આપી છે. પરંતુ મનોજભાઈ નરોડા હત્યાકાંડમાં એક આરોપી છે. તેઓ જેલમાં જઈ આવ્યા છે. હાલમાં જામીન પર બહાર છે. આ બંને મહિલાઓએ ભાજપના મેન્ડેટ પર ઉમેદવારી પત્રો ભરી દીધા છે. પરંતુ લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ બંને ઉમેદવારો સામે વિવાદ ઉભો થયો છે.
ખાસ કરીને મનોજ કુકરાણીના પત્ની રેશ્મા કુકરાણીના ઘરે પોલીસે દારૂ અને ક્રિકેટના સટ્ટાના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા. એ સમયે ટીવી ચેનલોમાં પણ આ દંપતિ ચમકી ચૂક્યું છે. ઘરમાં જ દારૂની મહેફિલ ચાલતી હતી તેમજ સટ્ટો રમાડાતો હતો. દરોડા બાદ આ દંપતિને બચાવવા માટે ભાજપના સ્થાનિક નેતાઓએ એ સમયે ભારે દોડધામ કરી હતી. તેમજ કેસને નબળો પાડી દેવાયો હતો. નોંધનીય બાબત એ છે કે રેશ્માબેન કુકરાણીને ગત વખતે પણ ટિકિટ અપાઈ હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.