India

કોંગ્રેસના રાજ્યસભા સભ્યોએ રાજ્યસભાનું વૉકઆઉટ કર્યું છે., કોંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટીએ પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે….

 658 Total Views

રાજ્યસભાના તમામ આઠ સસ્પેન્ડ સાંસદોએ પોતાના ધરણા પ્રદર્શનને ખત્મ કરી દીધું છે. તેની સાથે જ કોંગ્રેસે આખા મોનસૂન સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી. કોંગ્રેસના રાજ્યસભા સભ્યોએ રાજ્યસભાનું વૉકઆઉટ કર્યું છે. કોંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટીએ પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે.

વાત એમ છે કે 20 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો સાથે જોડાયેલા બિલને પાસ કરવા દરમ્યાન આ સાંસદોએ હોબાળો કર્યો. ત્યારબાદ સોમવારના રોજ સભાપતિ વેંકૈયા નાયડુએ આઠ સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ તમામ સાંસદ સંસદ પરિસરમાં જ ધરણા પર બેસી ગયા હતા.

સભાપતિ વેંકૈયા નાયડુએ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, કોંગ્રેસના રાજીવ સાતવ, રિપન બોરા, નાસિક હુસૈન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કે.કે.રાગેશ અને માકપાના ઇ.રકીમને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેના વિરોધમાં તમામ સાંસદ ગાંધી પ્રતિમાની પાસે ધરણા પર હતા અને આખી રાત સંસદ પરિસરમાં પસાર કરી.

આજે સવારે જેવી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યાં સુધી આમારા સાંસદોનું સસ્પેન્શન પાછું લેવાશે નહીં અને ખેડૂતોના બિલો સંબંધિત અમારી માંગણી પૂરી કરાશે નહીં ત્યાં સુધી વિપક્ષ સત્રમાંથી બોયકૉટ કરે છે.

ત્યારબાદ સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે હું માત્ર સાંસદોની ગૃહમાંથી વાપસીની જ માંગણી કરતો નથી પરંતુ મેં વિપક્ષની તરફથી માફી પણ માંગી, પરંતુ મારી માફીના બદલામાં કોઇ રિસ્પોન્સ મળ્યો નથી. તેનાથી મને ખૂબ દુ:ખ થયું. આથી હું અને મારી આખી પાર્ટી સંસદના આ આખા સત્રનો બહિષ્કાર કરીએ છીએ.

તો પૂર્વ વડાપ્રધાન અને રાજ્યસભા સભ્ય એચડી દેવગૌડાએ કહ્યું કે વિપક્ષ અને સરકાર બંને એ એક સાથે બેસીને ગૃહ ચલાવામાં મદદ કરવી જોઇએ. એકબીજાના સહયોગથી લોકતંત્ર ચાલુ રહેવું જોઇએ. વિપક્ષના વારંવાર કહેવા પર પણ સરકાર, તમામ 8 સંસદોના સસ્પેન્સનને પાછું લેવાના મૂડમાં દેખાતી નથી. જો કે તેમને એક શરત ચોક્કસ મૂકી છે.

કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે જો નંબરોની વાત કરીએ તો એ દિવસે અમારા પક્ષમાં 110 વોટ હતા અને તેમના પક્ષમાં 72. જો તેઓ (8 સાંસદો દ્વારા પ્રદર્શિત અનિયંત્રિત વ્યવહાર) તેના પર ખેદ વ્યકત કરે છે તો સરકાર એ વાત સાથે સહમત છે કે તેમને ગૃહમાંથી બહાર હોવું જોઇએ નહીં.

Leave a Reply

Your email address will not be published.