GUJARAT

પાટણ ખાતે આજે કોંગ્રેસ ની સંકલનની બેઠક પ્રદેશ યોજાઇ.

 1,321 Total Views

પાટણ ખાતે આજે કોંગ્રેસ ની સંકલનની બેઠક પ્રદેશ યોજાઇ હતી. જેમા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અધ્યક્ષ સ્થાને મળવા પામી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોની પસંદગીને લઈ સંકલનની બેઠકમાં કાર્યકરોના સૂચનો લેવામાં આવ્યા હતા. તો આ બેઠક મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા કરાઈ રહી છે. સાથે જે પક્ષ પલ્ટો કરી જાય છે તે અંગે ચર્ચા કરી અને ઉમેદવારની પસંદગીમાં પણ ધ્યાન રાખવામાં આવશે. તો ચૂંટણીમાં ખાસ પ્રદેશ દ્વારા ઉમેદવારની પસંદગી સ્થાનિક લેવલથી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પાટણ ખાતે કોંગ્રેસની મળેલી સંકલનની બેઠક મામલે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સનિસ્ટ કાર્યકરોને અગ્રિમતા આપવામાં આવશે. કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટાતા પક્ષ પલ્ટો કરનાર સામે વિચારણા કરવામાં આવશે. અને પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને પાસાના કારણે પક્ષ પલ્ટો કરનાર અંગે ચિંતા અને સમીક્ષા કરી છે. તથા આગામી ચૂંટણીઓમાં સ્થાનિક લેવલે જ ઉમેદવારોની પસંદગી કરાશે.

વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પક્ષ પલ્ટો કરનારા ચૂંટાયેલા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માત્ર પક્ષના વફાદાર લોકોને જ ટીકીટ ફાળવવામાં આવશે. ખેડૂત વિરૂધી કાયદા, કોરોના મહામારીમાં સરકાર ની મિસ મેનેજમેન્ટ અંગે પણ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.