GUJARAT

બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં જુદી જુદી ત્રણ કંનીઓએ બનાવટી દસ્તાવેજો, કુલ ૨૭૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદો.

 1,024 Total Views

નેશનલાઈઝડ બેન્ક સાથે છેતરપિંડી અને ફ્રોડના કિસ્સામાં વધુ ત્રણનો ઉમેરો થયો છે અને છેલ્લા ત્રણ જ દિવસમાં સીબીઆઈએ ગોંડલ, અમદાવાદ અને કપડવંજની બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં જુદી જુદી ત્રણ કંનીઓએ બનાવટી દસ્તાવેજો, હિસાબોના આધારે લોન, ક્રેડિટ ફેસિલિટી મેળવી કુલ ૨૭૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદો મળતાં સઘન તપાસ હાથ ધરી છે.

સીબીઆઈને મળેલી ફરિયાદ મુજબ, રાજકોટની ગોંડલમાં ગોવધન કોટન જીનએ ૪૮.૪૪ કરોડ, અમદાવાદની દોશિયાન વોટર સોલ્યુશન પ્રા.લિ.એ ૧૧૯.૬૪ કરોડ અને કપડવંજની મેસર્સ એચ.એન.ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લી.એ ૧૦૪.૫૪ કરોડની છેતરપિંડી આચરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ છેલ્લા એક માસમાં મુંબઈ અને ગાંધીનગર સીબીઆઈ દ્વારા દસ જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે.

રાજકોટ ગોંડલમાં આવેલ ગોવધન કોટન જીન તેના ડિરેકટર સુરેશભાઈ લોટીયા, સાગર વિરડીયા ,મયુર વિરડીયા તથા બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા બેંક ઓફ બરોડા ગોંડલ બ્રાન્ચમાંથી કેશ ક્રેડિટ તથા ટમ લોન ૪૮.૪૪ કરોડની મેળવી લીધી હતી. લોન મેળવ્યા બાદ ગોવધન કોટન જીનના ડિરેકટરો દ્વારા રૂ.૪ લાખથી ૩ કરોડની રકમ જુદા જુદા ખાતાઓમાં ભરીને રોકડા ઉપાડી લઈને બેંક સાથે છેતરપિંડી આચરી હતી.

બેંકના ફ્રોડ સેલ દ્વારા તપાસ કરતા ગોવધન કોટન જીન અને તેના ડિરેકટરોના ખાતાઓમાં ઘણી ગેરરીતીઓ બહાર આવી હતી. બાદમાં બેંક ઓફ બરોડા દ્વારા ગાંધીનગર સીબીઆઈમાં લેખિત ફરિયાદ કરી હતી.જેના પગલે સીબીઆઈએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી બોપલ ઘુમા રોડ ઉપર આવેલ દોશિયાનવોટર સોલ્યુશન પ્રા. લિ. અને તેના ડિરેકટરો આશિત ધનરાજ દોશી, રક્ષિત ધનરાજ દોશી તથા બેક ઓફ બરોડાના અજાણ્યા અધિકારીઓની મેળાપીપણામાં ૧૪૪ કરોડ રૂપિયાની લોનમેળવી હતી.જેમાં જુદી જુદી બેકોમાંથી લોન મેળવવામાં આવી હતી.

બેંક દ્વારા લોનના હપ્તા નહીં ભરતા કાર્યવાહી કરવામાં આવી હતી.જેના લીધી દોશિયાનવોટર સોલ્યુશન પ્રા.લી. દ્વારા ડીઆરટી તથા એનસીએલટી તથા સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. બેંક ઓફ બરોડાના ફ્રોડ સેલ દ્વારા ઓડિટ કરાવતા ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી.જેમાં ખોટો ઓડિટ રિપોર્ટ દર્શવવામાં આવ્યા હતા.જેના પગલે બેંક ઓફ બરોડાના અધિકારીએ ગાંધીનગર સીબીઆઈમાં દોશિયાનવોટર સોલ્યુશન પ્રા.લી. તથા તેના ડિરેકટરો સામે ફરિયાદ નોંધાવી છે.

ખેડાના કપડવંજમાં આવેલ મેસર્સ એચ.એન.ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લી. અને તેના ડિરેકટર પરેશ એચ. પટેલ,હાર્દિક પી. પટેલ .જીગર પી. પટેલ તથા બેંક ઓફ બરોડાના અજાણ્યા અધિકારીઓના મેળાપીપણામાં ૧૦૪.૫૪ કરોડની કેશ ક્રેડિટ તથા ટમ લોન મેળવી હતી.

લોનના હપ્તા નહીં ભરતા બેંક દ્વારા ખાતુ એનપીએ કરી દીધં હતં. બાદમાં બેક ઓફ બરોડાના ફ્રોડ સેલ દ્વારા ઓડિટ કરતા ગંભીર ગેરરીતીઓ બહાર આવી હતી. બાદમાં બેક ઓફ બરોડા દ્વારા મેસર્સ એચ.એન.ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લિ. તથા તેના ડિરેકટરો સામે ફરિયાદ કરતા ગાંધીનગર સીબીઆઈ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.