GUJARAT

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત છે.

 1,665 Total Views

ગુજરાતમાં આગામી બે દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીની અસર ઘટશે એવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ગુજરાતમાં 27થી 31મી જાન્યુઆરી સુધી ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છ પંથકમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. આ વિસ્તારના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચે ગયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં રવિવાર સુધી ઠંડીનું જોર રહેશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાશે.

જેથી તા.7 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના કેટલાંક ભાગોમાં માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. બાદમાં તા.8થી 11 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલ્ટો આવશે અને વાદળો વિખરાંતાં ફેબ્રુઆરી માસમાં પણ કાતિલ ઠંડીને વેગ મળી શકે છે. ખેડૂતોને એલર્ટ કરવા અંગે તેમણે જણાવ્યું છે કે, ઠંડીની શક્યતાઓમાં ઉભાકૃષી પાકોમાં હિમ પડવાની શક્યતાઓ રહેલી હોવાથી પિયત વ્યાપક પ્રમાણમાં કરવું હિતાવહ રહેશે.

હવામાન વિભાગે પણ આગાહી કરી છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી ઘટતા લોકોને રાહત મળી છે. હવામાન નિષ્ણાત દ્વારા ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ઉતર ભારતથી લઈ ગુજરાત સુધી થશે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વારંવાર વાતાવરણ પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. ત્યારે સતત તાપમાન વધારા સાથે અમદાવાદમાં પારો 30 ડિગ્રી સુધી પહોંચી જતા બપોરે સામાન્ય ગરમી વર્તાઇ રહી છે.

કચ્છ પંથકમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની હવામાન ખાતાં દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુરૂવારે કચ્છના નલિયામાં 4.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા સૌથી વધુ ઠંડી નોધાઈ હતી. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં પણ 2 ડિગ્રી જેટલો પારો ગગડતાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોધાયુ હતુ, જે છેલ્લા કેટલાક વર્ષમાં જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનુ અનુમાન હવામાન નિષ્ણાંતો લગાવી રહ્યાં છે.

આ સિવાય બનાસકાંઠાના ડીસામાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 7.9 ડિગ્રી નોધાતાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો વર્તાયો હતો. અમદાવાદ શહેરમાં ગુરૂવારે એક ડિગ્રી જેટલો પારો ઉચકાતા શહેરમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોધાયુ હતુ.

Leave a Reply

Your email address will not be published.