Kheda (Anand)

ડાકોર-કપડવંજ રોડ ઉપર ૪૩ હારનો વિદેશી દારૂ ભરેલી સીએનજી રીક્ષા ઝડપાઈ

 567 Total Views

ખેડા જિલ્લાના ડાકોર કપડવંજ રોડ ઉપર સહારા હોટલની પાછળ ઉસ્માનભાઈ લાકડાના પીઠા ની ખુલ્લી જગ્યામાંથી ડાકોર પોલીસે મળેલી બાતમીના આધારે સીએનજી રીક્ષામાં પાછળની સીટમાં બનાવેલા ચોર ખાનામાંથી ૪૩૨૦૦ રૂ. નો વિદેશી દારુ ઝડપી પાડી વિદેશી દારૂ અને રીક્ષા સાથે ૯૩૨૦૦ રૂ.નો મુદ્દામાલ કબજે કરી રીક્ષાના ચાલકની ધરપકડ કરી ડાકોર પોલીસ મથકે દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ડાકોર પોલીસે મળેલી બાતમીના આધારે ડાકોર-કપડવંજ રોડ ઉપર સહારા હોટલની પાછળ આવેલ ઉસ્માનભાઈ ના લાકડાના પીઠા નજીકથી રીક્ષા ચાલક શક્તિસિંહ વીનુભાઈ ચૌહાણ રીક્ષા સાથે ઝડપી પાડી રીક્ષાની તલાશી લેતા રીક્ષા ની પાછળની સીટમાં ચોખાનું બનાવી તેમાં વિદેશી દારૂ ભરેલો હતો.

તેથી પોલીસે જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૪૩૨ કિ.રૂ. ૪૩૨૦૦ નો કબજે કરી આ બનાવ અંગે પુછપરછ કરતા રીક્ષા ચાલક શક્તિસિંહે જણાવ્યું હતું કે આણંદ શહેરમાં તવક્કલનગરમાં રહેતો ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ વ્હોરા આ વિદેશી દારૂ ભરેલી રીક્ષા મુકી ગયો હોવાની કબૂલાત કરતા પોલીસે વિદેશી દારૂ અને રીક્ષા સાથે ૯૩૨૦૦ નો મુદ્દામાલ કે કરી આ બનાવ અંગે પોકો કુલદીપસિંહ ફરિયાદના આધારે શક્તિસિંહ વીનુભાઈ ચૌહાણ રહે.

ડાકોર અને ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ વ્હોરા રહે. આણંદ વિરુદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.