745 Total Views
હાલ ટ્વીટર સહિતનાં સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મીમ ટ્રેન્ડ થઈ રહ્યું છે. અને ટ્વીટર પર તો તે ટોપ ટ્રેન્ડમાં આવી ગયું છે. સોશિયલ મીડિયામાં હાલ ગુજરાતીઓ મને ખબર નથી મીમ શેર કરી રહ્યા છે. જેમાં અનેક રમૂજી મીમ્સ પણ ટ્રેન્ડ થઈ રહ્યા છે. પણ મને ખબર નથી અને સીએમ રૂપાણી વચ્ચેનું કનેક્શન શું છે, તે અમે તમને જણાવીશું.
#મને_ખબર_નથી pic.twitter.com/qOwSOxAene
— lakumdilip64@gmail.com (@lakumdilip64) July 7, 2020
ઉમેદવાર:અટકેલી ભરતીઓ શરૂ ક્યારે કરશો?
BJP: #મને_ખબર_નથી
ઉમેદવાર:G.R નું નિરાકરણ ક્યારે?
BJP: #મને_ખબર_નથી
ઉમેદવાર:શિક્ષિત બેરોજગાર ને રોજગારી ક્યારે?
BJP: #મને_ખબર_નથી
BJP:2022માં વોટ કોને આપશો?
ઉમેદવાર: #અમને_ખબર_છે @vijayrupanibjp @devanshijoshi71 @Nitinbhai_Patel @BJP4Gujarat— Sharad Sadhu – હું પણ બેરોજગાર (@SharadSadhu3) July 7, 2020
ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?
રૂપાણી: #મને_ખબર_નથી pic.twitter.com/Bh3rmFTWMJ— બેરોજગાર રિયા પટેલ- હું પણ બેરોજગાર (@RiyaPatel1608) July 7, 2020
હકીકતમાં સુરતમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો થતાં સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલ સુરતની મુલાકાતે ગયા હતા. જે બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલના અધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેને એક પત્રકારે પૂછ્યું કે, પોઝિટિવ આંકડાની વાત કરીએ તો ગઈકાલે જિલ્લામાં 58 કેસ આવ્યા હતા. પરંતુ જયંતિ રવિ મેડમે 14 બતાવ્યા કેમ આમ?.જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, મને ખબર નથી
સરકારી ભરતી ક્યારે થશે? #મને_ખબર_નથી
ફી માફી? #મને_ખબર_નથી
કોરોનાના આંકડામાં ગોટાળા #મને_ખબર_નથી
ધમણ વેન્ટિલેટર કહેવાય? #મને_ખબર_નથી
ખેડૂતોની હાલત? #મને_ખબર_નથી
તૂટતા પુલ- રસ્તાઓ? #મને_ખબર_નથી
મોંઘવારી? #મને_ખબર_નથીતો ભાજપ સરકારના CM ને ખબર શું છે?
— Amit Chavda (@AmitChavdaINC) July 7, 2020
બસ પછી તો શું હતું, સોશિયલ મીડિયામાં સીએમ વિજય રૂપાણીનો આ જવાબને લઈ લોકોએ મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું. અને જોતજોતામાં તો તે ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. જે બાદ લોકોએ સરકારી નોકરી, વિકાસ સહિતનાં અનેક મુદ્દાઓને લઈ સવાલ પુછ્યા. જેનો સીએમ રૂપાણી પાસે એક જ જવાબ હતો, મને ખબર નથી.