GUJARAT

કોરોના વચ્ચે CM રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?

 597 Total Views

કોરોના (Corona) વચ્ચે CM રૂપાણી (CM Vijay Rupani)નો અતિ મહત્વપૂર્ણ નિર્ણય (Important Decision) લેવામાં આવ્યો છે. હવે લગ્ન સમારંભ (Wedding Ceremony)માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલ (Hall)માં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે. કોરોના ગાઈડલાઈન (Corona’s Guideline)પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ (Mask, Social distance)નું પાલન જરૂરી છે.

આ વિશે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 1000ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે.

આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ એટલે કે 3 નવેમ્બર 2020થી રાજ્યભરમાં અમલી બનાવાવામાં આવશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે.

Leave a Reply

Your email address will not be published.