1,699 Total Views
પશ્ચિમ બંગાળ (West Bengal)માં ભાજપ (BJP) અને ટીએમસી (TMC) વચ્ચેનું રાજકીય યુદ્ધ દિવસેને દિવસે તીવ્ર થઈ રહ્યું છે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda)ના કાફલા ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ત્યારબાદ બંને પક્ષે જુબાની જંગ પણ ખૂબ ચાલી. સીએમ મમતા બેનર્જી (CM Mamata Banerjee) એ પથ્થરમારાની આ ઘટનાને ભાજપનું નાટક ગણાવતા કહ્યું કે તેમની પાસે બીજો કોઈ કામધંધો નથી, બધા અહીં જ દટાયેલા રહે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) 19 અને 20 ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળ જઇ રહ્યા છે.
મમતાએ કહ્યું, ‘તેમની (બીજેપી) પાસે કોઈ બીજોકોઇ કામધંધો નથી. મોટાભાગે ગૃહમંત્રી પણ અહીં જ હોય છે, બાકીનો સમય તેમના ચડ્ડા, નડ્ડા, ફડ્ડા, ભડ્ડા અહીં હોય છે. જ્યારે તેમની પાસે કોઈ દર્શક હોતા નથી તેઓ પોતાના કાર્યકર્તાઓને નોટંકી કરવા માટે કહે છે.
‘પોતાને થપ્પડ મારી અમારા પર આરોપ’
ડાયમંડ હાર્બર વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે મમતાએ આંગળી ઉઠાવતા કહ્યું કે તમારી સાથે સુરક્ષાકર્મીઓ છે. કોઈ તમારા પર કેવી રીતે હુમલો કરી શકે છે? હુમલાનું આયોજન કરવામાં આવ્યું હશે, મેં પોલીસને તપાસ કરવા માટે કહ્યું છે. પરંતુ હું દરવખતે ખોટું સહન કરીશ નહીં. તેઓ (ભાજપના કાર્યકરો) દરરોજ શસ્ત્રો (રેલીઓ માટે) સાથે આવે છે. તેઓ પોતાને થપ્પડ મારી રહ્યા છે અને તેનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ પર લગાવી રહ્યા છે. જરા સ્થિતિ અંગે વિચારો. તેઓ બીએસએફ, સીઆરપીએફ, આર્મી અને સીઆઈએસએફની સાથે ફરી રહ્યા છે… તો પછી તમે આટલા બધા ડરો છો કેમ?
નડ્ડાનો વળતો પ્રહાર – આ બંગાળની સંસ્કૃતિ નથી
મમતાની વાત સાંભળીને નડ્ડાએ કહ્યું, ‘તેમણે મારા વિશે ઘણી બધી સંજ્ઞાઓ, વિચારો અને શબ્દાવલી આપી છે. મમતા જી આ તમારા સંસ્કારો વિશે જણાવે છે અને આ બંગાળી સંસ્કૃતિ નથી… મમતાજી બંગાળને કેટલું નીચે લઈ ગયા છે.