GUJARAT

શહેર ભાજપનું તા.૨૪મીએ સ્નેહમિલન, 30હજાર કાર્યકરો એકત્ર થશે

 543 Total Views

મુખ્યમંત્રી- પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાનારા સંમેલનમાં સુરતની 12 વિધાનસભા પ્રમાણે ઝોન બનાવી બેઠક વ્યવસ્થા ગોઠવાશે સુરત,

સુરતમાં દિવાળી બાદ કોરોના અંગે ટેસ્ટીંગ આક્રમક બનાવાયું છે. તે દરમિયાન સુરત શહેર ભાજપ દ્વારા તા.24મીએ સ્નેહમિલનનું આયોજન કરાયું છે. જેમાં 30 હજારથી વધુ કાર્યકરો એકત્ર કરવાનું આયોજન છે. સ્નેહમિલનમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે.

સુરત શહેર ભાજપ દ્વારા આગામી 24 નવેમ્બરના રોજ ભાજપનો એક સ્નેહ મિલન કાર્યક્રમ માટે તડામાર તૈયારી થઈ રહી છે.ે આ સ્નેહ મિલન માટે બાર વિધાનસભાના બ્લોક બનાવીને તેમાં વિધાનસભા મુજબ કાર્યકરોને બેસાડવામાં આવશે. દરેક વિધાનસભામાંથી સ્નેહ મિલન માટે વધુમાં વધુ હાજરી થાય તે માટે વોર્ડની બેઠક પણ થઈ રહી છે. આ સ્નેહ મિલન સમારંભમાં ત્રીસ હજારથી વધુ લોકોને એક સ્થળે ભેગા કરવા માટે આયોજન થઈ રહ્યું છે.

સમારોહમાં કોવિડ ગાઇડલાઇનના પાલન અંગે મ્યુનિ. તંત્રની ચિંતા વધી છે. સુરતમાં દિવાળીની રજા બાદ કોરોનાના કેસમાં વધારા સાથે ટેસ્ટીંગ વધારાયું છે ત્યારે સ્નેહમિલન સમારોહમાં ગાઇડલાઇનનું પાલન કરાવવા કવાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપે જન આશિર્વાદ યાત્રા યોજી હતી. તેમાં પણ માસ્ક પહેર્યા વગરની હાજરી અને ડિસ્ટન્સ નહી જળવાતા કોવિડ નિયમોનો ભંગ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.