International

ચીનના સત્તાવાર મીડિયાએ ખુલ્લેઆમ માત્ર ભારતને જ નહીં તાઇવાન અને અમેરિકાને પણ ધમકી આપી રહ્યું છે….

 434 Total Views

ચીનના સત્તાવાર મીડિયાએ ખુલ્લેઆમ માત્ર ભારતને જ નહીં તાઇવાન અને અમેરિકાને પણ ધમકી આપી રહ્યું છે. એક દિવસ અગાઉ ચીની આર્મીના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડે તાઇવાનના કાંઠેથી સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. ચીન અને તાઇવાન વચ્ચેના સંબંધો અત્યારે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ગુરુવારે યુ.એસ.ના નાયબ વિદેશમંત્રી કીથ ક્રૈચ તાઈવાન પહોંચવાથી ચીન બરાબરનું ભડકયું છે. શુક્રવારે જ ચીનના 16 ફાઇટર જેટ્સે એક સાથે તાઇવાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી.

અમેરિકાને આગ સાથે ના રમવાની ચેતવણી આપી

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે ચીની સેનાના વિમાન ચારેય દિશાથી તાઇવાનમાં ઘૂસી રહ્યા છે. અમારા દ્રષ્ટિકોણથી ચીનની કાર્યવાહી હજી પણ સંયમિત છે. દર વખતે અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ તાઇવાનની મુલાકાતે આવે છે. આ ચીનની વન ચાઇના પોલિસીની વિરુદ્ધ છે. અખબારે અમેરિકાને ચેતવણી આપી હતી કે તેણે આગથી રમવાનું બંધ કરી દેવું જોઈએ.

તો શું ચીની વિમાન તાઇવાનની ઉપરથી ઉડશે?

જિનપિંગના કઠપૂતળી મીડિયાએ ધમકી આપી હતી કે જો યુએસના વિદેશ સચિવ અથવા રક્ષા સચિવ તાઇવાન આવે છે તો ચીનના ફાઇટર જેટ આ ટાપુ ઉપરથી ઉડાન ભરશે. અમે જે મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે તેમણે તાઇવાન ઉપરથી ઉડાન ભરવી જોઈએ. એટલે સુધી કે તાઇવાની રાષ્ટ્રપતિની ઓફિસની ઉપરની પણ. જો તાઇવાની સત્તાવાળાઓ આક્રમક રીતે કામ કરવાનું ચાલુ રાખશે તો આવા દ્રશ્યો ચોક્કસપણે યોગ્ય હશે.

ચીનનો યુદ્ધાભ્યાસ એક ત્વરિત પ્રક્રિયા

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે પીએલએસીનો યુદ્ધાભ્યાસ એક ત્વરિત પ્રક્રિયા છે. તાઇવાનને આનાથી ડર લાગવો જોઈએ. અખબારે દાવો કર્યો છે કે અમેરિકાએ સત્તાવાર રીતે ક્રેચની તાઇવાન યાત્રાની જાહેરાત કરી નથી. પરંતુ જ્યારે તે તાઇવાન પહોંચે છે તો તેમનું સ્વાગત પીએલએ યુદ્ધાભ્યાસ દ્વારા કર્યું. આથી આ અભ્યાસ અંતિમ-મિનિટનો નિર્ણય હતો. આટલા ઓછા સમયમાં મોટાપાયા પર કાર્યવાહીનું આયોજન કરી શકાય છે.

અમે ખૂબ જ ઓછા સમયમાં તાઇવાન પર કબજો કરી લઇશું

આ દર્શાવે છે કે પીએલએ ખૂબ જ ટૂંકા ગાળામાં તાઇવાન પર કેન્દ્રિત એક સૈન્ય કાર્યવાહીને અંજામ આપવાની ક્ષમતા છે. જો કે તેને સૈન્ય કવાયત નામ આપવામાં આવ્યું છે. પીએલએ કોઇપણ કિંમતે તાઇવાનને તેના દેશમાં ભેળવી દેવા માંગે છે. તેના માટે તે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. બીજીબાજુ અમેરિકાએ ખુલ્લેઆમ તાઇવાનને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. આથી સાઉથ ચાઇના સીમાં વિવાદ વધુ વધવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.