International

ચીનનો અરૂણાચલ પ્રદેશ પર ડોળો, બોર્ડર પર કરી રહ્યું છે આ હરકત? ખરબો રૂપિયાનો કરશે ખર્ચ

 1,012 Total Views

ચીન (China) વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ સિચુઆન-તિબેટ (Sichuan-Tibet) રેલવે લાઇન (Railway Line)નું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યું છે. આ રેલવે લાઇન દક્ષિણ પશ્ચિમના સિચુઆન પ્રાંતના યાનથી શરૂ થશે અને તિબેટ (Tibet) માં લિંઝી (Linzhi) સુધી જશે. આ રેલવે લાઇનના નિર્માણથી ચીનની પહોંચ અરૂણાચલ પ્રદેશ (Arunachalpradesh) ની લગભગ બોર્ડર સુધી પહોંચી જશે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ (Global Times) એ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ટેન્ડર (Tender) ની પ્રક્રિયા પૂર્ણ કર્યાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે ખરબો રૂપિયાનો ખર્ચ કરશે.

ચીન રેલવેએ શનિવારે આ રૂટ પર બનાવા જઇ રહેલ બે ટનલ અને એક પુલના ટેન્ડરના પરિણામની જાહેરાત કરી. આ સિવાય યાન-લિંઝી (Ya’an-Linzhi ) લાઇનને વીજળી પહોંચાડવાનું ટેન્ડરિંગ પણ ફાઇનલ થઇ ગયું છે.

ચીનનું આ પગલું એ સંકેત છે કે બેઇજિંગ (Beijing) ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઇ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે સિચુઆન-તિબેટ રેલવે લાઇન સિચુઆનની રાજધાની ચેંગડૂ (Chengdu) થી શરૂ થશે. આ રેલવે લાઇનના નિર્માણ બાદ લહાસા સુધીની 48 કલાકની મુસાફરી ફક્ત 13 કલાકમાં શક્ય બની જશે.

સિચુઆન-તિબેટ રેલવે એ તિબેટમાં ચીનનો બીજો પ્રોજેક્ટ છે. અગાઉ ચીન કિંગાઇ-તિબેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ રેલવે લાઇન કિંઘા-તિબેટ પ્લેટ્યુ (Qinghai-Tibet Plateau) પરથી પસાર થશે.

આપને જણાવી દઇએ કે સિચુઆન-તિબેટ રેલવે લાઇન તિબેટના જે લિંઝી (Linzhi)માં સમાપ્ત થશે તે જગ્યા અરુણાચલ પ્રદેશની સરહદથી ખૂબ જ નજીક છે. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશને પણ પોતાનો હિસ્સો માને છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. ભારતે ચીનના આ દાવાનો સખત વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આખું અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.

ગ્લોબલ ટાઇમ્સ (Global Times) ના મતે સિચુઆન-તિબેટ રેલવે લાઇનની લંબાઈ 1011 કિલોમીટરની હશે. આ રૂટ પર ટ્રેનો 120 કિ.મી. પ્રતિ કલાકથી 200 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. ચીન આ પ્રોજેક્ટ પર કુલ 47.8 અબજ ડોલર ખર્ચ કરશે.

Leave a Reply

Your email address will not be published.