International

ચીનને તેની દરેક હરકતનો મળશે ઘાતક જવાબ, આખી રાત સરહદ પર ગરજ્યા યુદ્ધ વિમાન

 386 Total Views

ચીન પોતાની વાત પર ક્યારેય અડગ નથી રહ્યું. ગલવાન ખીણમાં ભારતીય સૈનિકોની પર ષડયંત્ર રચીને હુમલો કરવાથી લઇને 1962માં પીઠ પાછળ ખંજર મારવા સુધી દગો કરવાની તેની જૂની આદત છે. પીએમ નરેન્દ્ર મોદી અનેક અવસર પર ચીનને કોઈપણ નામ આપ્યા વગર ચેતવી ચુક્યા છે કે આ 1962વાળું ભારત નથી. ભારતે લદ્દાખ ખીણમાં ચીનને જડબાતોડ જવાબ આપવા માટે સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. સૈન્ય સરંજામથી લઇને યુદ્ધ વિમાનો સુધી સરહદ પર ચીનને થરથરાવી રહ્યા છે. ભારત અને ચીનની વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે સોમવારનાં ચીનનાં સૈનિકો પેટ્રોલ પૉઇન્ટ 14થી 1.5-2 કિમી પાછા હટ્યા છે.
આ ઉપરાંત 15 જૂનનાં ગલવાન ખીણમાં સંઘર્ષવાળી જગ્યાએથી પણ ડ્રેગન પાછળ હટ્યું છે. દગો આપવાના ડ્રેગનનાં ઇતિહાસને જોતા આ વખતે ભારત કોઈ ચૂક કરવા ઇચ્છતુ નથી. આની તૈયારી ઉત્તરાખંડ બૉર્ડર પર જોવા મળી. અહીં ચોકન્ની ભારતીય વાયુસેનાએ ચીન અને નેપાળ સરહદની પાસે ચોપરથી ત્રણવાર ઉડાન ભરીને સ્થિતિનો તાગ મેળવ્યો. ઉત્તરકાશી પાસે ચિન્યાલીસૌડા એરસ્ટ્રીપનું વાયુસેના પરીક્ષણ કરી રહી છે. સોમવારનાં વાયુસેનાનાં હેલીકોપ્ટરે સરહદ સુધી ઉડાન ભરી અને એરસ્ટ્રીપ પર ત્રણવાર ટેક ઑફ અને લેન્ડિંગ કર્યું.

ચીનની એક-એક હરકત પર બાજ નજર

સરહદ પર વાયુસેના કેટલી તૈયાર છે તેના વિશે એ વાતથી જ અંદાજો લગાવવામાં આવી શકે છે કે મિગ-29 યુદ્ધ વિમાન સતત સરહદની દેખરેખ કરવામાં લાગ્યા છે અને તે પણ રાતમાં. ચીનની કુટિલ ચાલોને ધ્યાનમાં રાખતા થળ સેના આકાશ સુધી તેના પર સખ્ત નજર રાખી રહી છે. યુદ્ધ વિમાનોથી લઇને હેલીકોપ્ટર સુધી રાતમાં ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. યુદ્ધ હેલીકોપ્ટરે સંપૂર્ણ તૈયારી સાથે ફોરવર્ડ એરબેઝથી ભારત-ચીન સરહદ પર ઉડાન ભરી. ચીનની એક-એક હરકત પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

1962માં પણ ગલવાનમાં જ ભારતને ચીને આપ્યો હતો દગો

ઉલ્લેખનીય છે કે 1962માં પણ ગલવાન એરિયા સમાચારોમાં હતો. તે સમયે પણ ચીની સૈનિકો ગલવાન એરિયામાં આવી ગયા હતા અને અત્યારે પણ ગલવાન સમાચારોમાં છે. 1962માં 15 જુલાઈનાં સમાચાર પત્રોમાં ગલવાનને લઇને જ મહત્વનાં સમાચાર હતા. તે દિવસની હેડલાઇન હતી – Chinese Troops Withdraw From Galwan Post. પરંતુ આ સમાચાર છપાયાનાં કેટલાક મહિના બાદ ભારત-ચીન વચ્ચે 1962નું યુદ્ધ શરૂ થઈ ગયું.

Leave a Reply

Your email address will not be published.