652 Total Views
ભારતમાં ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે ચીન રઘવાયું થયું છે. ભારતના કડક વલણ બાદ ચીને પણ આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નિયંત્રણવાળા અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે એવા નિર્ણયના પરિણામસ્વરૂપ ભારત અને ચીન વચ્ચે વેપાર યુદ્ધને અવગણવું ન જોઈએ. અખબારે લખ્યું કે ચીનનું સંયમ કોઈ કારણ હોઈ શકે નહીં કે ભારતે ચીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે
ચીની અખબારે વર્ષ 2017ના ડોકલામ વિવાદનો ઉલ્લેખ કરી લખ્યું કે,‘છેલ્લા અમુક વર્ષો દરમિયાન ભારત અને ચીનની સરહદ પર ઘણી વખત વિવાદ થયા છે. પરંતુ વેપાર યુદ્ધ બંને દેશો માટે અસામાન્ય હશે. 2017ના ડોકલામ વિવાદ દરમિયાન પણ ભારતનું આર્થિક નુકસાન મર્યાદિત રહ્યું હતું કારણે કે સંકટ પછી દ્વિપક્ષીય વેપાર જલ્દી શરૂ થઈ ગયો હતો.’ ગ્લોબલ ટાઇમ્સે આગળ લખ્યું કે,‘એપ્સ પર પ્રતિબંધથી નુકસાન થવાની વાત સ્વીકાર કરવા યોગ્ય છે પરંતુ જો મોટી તસવીર જોઈએ તો આ સ્પષ્ટ થાય છે કે ભારત એવી સ્થિતિમાં નથી કે ચીનની વિશાળ ઇકોનોમીને નુકસાન પહોંચાડી શકે.’
ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે મોદી સરકારે દેશમાં વધી રહેલા રાષ્ટ્રવાદના દબાણ હેઠળ એપ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લે સીમા પર સૈનિકો વચ્ચે જે ઝડપ થઈ એવી પહેલા ક્યારે જોવા મળી નથી. પરંતુ હવે ભારત સરકારે ચીની ઇન્વેસ્ટર્સનો વિશ્વાસ ગુમાવ્યો છે. જો ભારત સરકાર દેશની રાષ્ટ્રવાદી ભાવનાને આવી રીતે પ્રોત્સાહન આપશે તો ભારતને ડોકલામ સંકટથી પણ વધુ નુકસાન થશે. આ સાથે ચીની અખબારે આશા વ્યક્ત કરી છે કે ભારતીય સરકાર આ સ્થિતિને સમજે અને હાલના સંકટને વધવાથી રોકવાની કોશિશ કરે.