International

એશિયા માં પરમાણુ હથિયારોની સંખ્યાના કેસમાં ચીન પહેલાં નંબર પર છે.

 1,423 Total Views

લદ્દાખ (Ladakh)માં ભારત (India) સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ઝડપથી પોતાના પરમાણુ હથિયારો (Nuclear Weapons)નો ભંડાર વધારી રહ્યું છે. તાજેતરના દિવસોમાં વધતા તણાવને જોતા ચીને પોતાના પરમાણુ હથિયારોના આધુનિકીકરણના કાર્યક્રમોને વધુ તેજ કરી દીધા છે. રિપોર્ટમાં કહ્યું છે કે એશિયા (Asia)માં પરમાણુ હથિયારોની સંખ્યાના કેસમાં ચીન પહેલાં નંબર પર છે. તે નવા-નવા પરમાણુ હથિયારોને વિકસિત કરી રહ્યું છે.

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટમાં ખુલાસો

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના ન્યુક્લિઅર ઇન્ફોર્મેશન પ્રોજેક્ટના ડાયરેકટર હેંસ એમ ક્રિસ્ટેંસેન (Hans M. Kristensen)નો રિપોર્ટ ધ ન્યુક્લિઅર નોટબુક (The Nuclear Notebook ): ચાઇનીઝ ન્યુક્લિઅર ફોર્સ 2020 (Chinese Nuclear Forces, 2020)માં ચીનની પરમાણુ મહત્વકાંક્ષાઓનો ખુલાસો કર્યો છે. જેમાં કહ્યું છે કે પાણીની અંદર પરમાણુ હથિયારોની તૈનાતી માટે ચીન મોટી સંખ્યામાં સબમરીનનું પણ નિર્માણ કરી રહ્યું છે.

નવા-નવા પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે ચીન

આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનના તમામ પરમાણુ બોમ્બ અને તેની તાકાત અંગે પણ જણાવ્યું છે. ચીનની પાસે જમીનથા પરમાણુ હુમલો કરનાર 12 મિસાઇલો છે. જ્યારે ચીનની એક-એક મિસાઇલ હવા અને પાણીથી પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. 2020ના અમેરિકન સેનાના રિપોર્ટ અનુસાર દાવો કરાયો હતો કે ચીનની પાસે 200 એક્ટિવ પરમાણુ બોમ્બ છે.

ચીનની પાસે 350ની આસપાસ પરમાણુ બોમ્બ

હેંસ એમ ક્રિસ્ટેંસેન એ દાવો કર્યો છે કે ચીનની પાસે કુલ પરમાણુ બોમ્બની સંખ્યા લગભગ 350ની આસપાસ છે. તેમાંથી 240 પરમાણુ વોરહેડ્સને ઓપરેશનલ લેન્ડ-બેઝ્ડ બેલેસ્ટિક મિસાઇલોમાં ફિટ કરાઇ છે. જ્યારે 48 સી-બેઝડ બેલેસ્ટિક મિસાઇલો અને 20 ન્યુક્લિઅર ગ્રેવિટી બોમ્બમાં ઉપયોગ કરાયો છે. બાકીના વોરહેડ્સને રિઝર્વમાં પણ રખાયા છે.

Leave a Reply

Your email address will not be published.