India International

ચીન ફરી 1962 વાળી કરવાની ફિરાકમાં! લેહથી માત્ર 382KM દૂર તૈનાત કર્યા યુદ્ધ વિમાન અને મિસાઈલો

 1,209 Total Views

ચીન અવળચંડાઈમાંથી બાઝ નથી આવી રહ્યું. દિવસે દિવસે પોતાનો હેવાની ચહેરો સામે લાવી રહ્યું છે. પોતાની નકારાત્મક્તા અને ગદ્દારી હંમેશા દૂનિયાને દેખાડતું રહ્યું છે. ત્યારે લદ્દાખમાં ચાલી રહેલા અડચણના સમાધાન માટે ભારત સાથે રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટો દરમિયાન પણ ચીન તેની નકારાત્મક રણનીતિને રોકી રહ્યું નથી. તાજેતરમાં લેવાયેલી ઉપગ્રહની તસવીરમાં ખુલાસો થયો છે કે ચીને લેહથી 382 કિલોમીટર દૂર હોટન એરબેઝ પર મિસાઇલો અને મિસાઇલો અને વિમાનોને તૈનાત કર્યા છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ વિશ્લેષક ડેટ્રેસ્ફાની સેટેલાઇટ તસવીરો અનુસાર, ચીને ભારત સામે ઝિંજિયાંગ પ્રાંતમાં હોટન એરબેઝને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવ્યું છે. ફાઇટર એરક્રાફ્ટ ઉપરાંત અર્લી ચેતવણી AWACS વિમાન અને હવાઈ સંરક્ષણ એકમો અહીં તૈનાત કરવામાં આવ્યા છે.

ચીને આ પ્રકારના વિવિધ શસ્ત્રો તૈનાત કર્યા છે.

આ વિમાનમથક પર તૈનાત વિમાનમાં શેન્યાંગ જે -8 ઇન્ટરસેપ્ટર વિમાન અને શેન્યાંગ ફાલ્કર સામેલ છે. આ સિવાય અહીં AWACS શનાક્સી વાય-8 જી અને કેજે-500 પણ તૈનાત કર્યા છે. કેટલું શક્તિશાળી છે શેનયાંગ જે-8 વિમાન ?

શેન્યાંગ જે -8 ઇન્ટરસેપ્ટર મૂળ રશિયાથી ચોરી કરેલી ડિઝાઇન પર આધારિત છે. સિંગલ સીટર પ્લેન ઉંચાઇની ઉડાન માટે સક્ષમ છે. જોકે આ વિમાનની મજબૂતાઈ વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી. જો કે ઉઁચાઇએ ઉડતા આ વિમાન ફક્ત અર્ધ બળતણ અને અર્ધ હથિયારથી પણ હુમલો કરી શકે છે.

 

એરફોર્સની તાકાતમાં ભારતની સ્થિતિ મજબૂત બેલ્ફર સેન્ટર દ્વારા માર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ભારતમાં લગભગ 270 લડાકુ વિમાન અને 68 ગ્રાઉન્ડ એટેક ફાઇટર જેટ છે. ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીન સાથેની સરહદ પર અનેક હવાઇ પટ્ટીઓ બનાવી છે, જ્યાંથી આ લડાકુ વિમાનો સરળતાથી ઉડાન ભરી શકે છે. મળતી માહિતી મુજબ ચીન પાસે 157 લડાકુ વિમાનો અને એક નાનો ડ્રોન પણ છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ ભારત સાથેના સરહદી ક્ષેત્રમાં આઠ જગ્યાઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાંના મોટાભાગના નાગરિક હવાઈ ક્ષેત્ર છે.

રતીય લડાકુ વિમાન ચીન કરતા વધારે અસરકારક છે

બેલ્ફર સેન્ટરના આ અધ્યયન મુજબ ભારતીય વાયુ સેનાના મિરાજ 2000 અને સુખોઈ એસયુ 30 લડાકુ વિમાનોની ચાઇનાના જે -10, જે -11 અને એસયુ -27 લડાકુ વિમાનો ઉપર પકડ પ્રાપ્ત કરીછે. ચીને આ વિમાનોને ભારતને લગતી સરહદ પર તૈનાત કર્યા છે. ભારતીય મિરાજ 2000 અને એસયુ -30 જેટ તમામ હવામાન, મલ્ટી-રોલ એરક્રાફ્ટ છે, જ્યારે ચીનનું જે -10 સમાન લાયકાત ધરાવે છે. બેલ્ફરનો અભ્યાસ દર્શાવે છે કે ચીને તેના પૂર્વીય અને દક્ષિણ ભાગોને મજબુત બનાવ્યા છે જેથી તેને યુ.એસ.ના ખતરાથી પણ બચી શકાય. જેના કારણે, પશ્ચિમ ક્ષેત્રમાં તેના ચાર એરફિલ્ડ્સ નબળા પડી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.