International

ભરોસાનાં લાયક બિલકુલ નથી ચીન, 1962માં પણ પહેલા હટ્યું હતુ પાછળ અને પછી કર્યો હતો હુમલો

 354 Total Views

ગલવાન એરિયામાં ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કર્યું છે. 1962માં પણ ગલવાન એરિયા ચર્ચામાં હતો. તે સમયે પણ ચીની સૈનિક ગલવાન એરિયામાં આવી ગયા હતા અને અત્યારે પણ ગલવાન ચર્ચામાં છે. 1962માં 15 જુલાઈનાં સમાચાર પત્રોમાં ગલવાનને લઇને જ મહત્વનાં સમાચાર હતા. તે દિવસની હેડલાઇન હતી – Chinese Troops Withdraw From Galwan Post. પરંતુ આ સમાચાર છપાયાનાં કેટલાક મહિના બાદ ભારત-ચીન વચ્ચે 1962નું યુદ્ધ શરૂ થઈ ગયું.

આખા અક્સાઈ ચીન પર પોતાનો દાવો રજૂ કર્યો હતો

ત્યારે પણ ગલવાન હતુ અને આજે પણ આ જ વિસ્તાર છે. ભારતીય સેનામાં ડીજીએમઓ રહી ચુકેલા લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયા (રિટાયર્ડ) જણાવે છે કે 1962થી પહેલા ચીને આખા અક્સાઈ ચીન પર પોતાનો દાવો રજૂ કર્યો હતો અને ત્યારબાદ ચીને પોતાનો વેસ્ટર્ન હાઈવે બનાવવાનું શરૂ કર્યું હતુ. ચીને આ દરમિયાન ગલવાનમાં પણ અતિક્રમણ શરૂ કરી દીધું હતુ. તે સમયે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ નહોતી. આ પહેલા ચીને ગલવાન પર ભારતનાં દાવાને માની લીધો હતો, પરંતુ પછી ફરી ગયું. જ્યારે ચીની સૈનિકો આવવા લાગ્યા ત્યારે ભારતે પણ પોતાની પેટ્રોલિંગ ટીમ મોકલી અને 1/8 ગોરખા રાઇફલની પોસ્ટ ત્યાં બની.

ભારતનાં 33 જવાનો શહીદ થયા

ભારતીય સૈનિકોએ ત્યારે ચીનની પોસ્ટને કટઑફ કરી દીધી હતી. આ દરમિયાન ચીની સૈનિકોએ ભારતીય સેનાની પોસ્ટને ચારેય બાજુથી ઘેરી લીધી. ત્યારે ભારતે કહ્યું હતુ કે ચીની સૈનિક પોસ્ટનાં 100 ગજ અંદર આવે છે તેના પરિણામ ભોગવવા પડશે. આ 4 જુલાઈ 1962માં શરૂ થયું. ભારતીય પોસ્ટ પર ભારતીય સૈનિક અડગ રહ્યા. ત્યારબાદ 5 જાટની એક પોસ્ટ ત્યાં બનાવવામાં આવી અને ગોરખા રાઇફલ્સનાં જવાનોને હેલકોપ્ટર મારફતે ત્યાંથી નીકાળવામાં આવ્યા. જનર ભાટિયાએ જણાવ્યું કે 20 ઑક્ટોબર 1962નાં જ્યારે ભારત-ચીન યુદ્ધની શરૂઆત થઈ તો આ ગલવાનથી જ થઈ. ચીને ગલવાન પોસ્ટ પર હુમલો કર્યો જેમાં ભારતનાં 33 જવાનો શહીદ થયા. બાકીની જગ્યાઓએ પણ તણાવ ચાલી રહ્યો હતો, પરંતુ અસલી ટ્રિગર અહીંથી શરૂ થયું.

શું ચીન પર ભરોસો કરી શકાય?

1962નાં અનુભવ બાદ શું ચીન પર ભરોસો કરી શકાય છે? તેનો જવાબ આપતા લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયા (રિટાયર્ડ)એ કહ્યું કે, ચીને ભારત-ચીન વચ્ચે થયેલા કરારોને નથી માન્યા અને ઈસ્ટર્ન લદ્દાખમાં આનું ઉલ્લંઘન કર્યું. આ કારણે ચીન પર ભરોસો ના કરી શકાય. ખાસ કરીને 15 જૂનની રાત્રે જે થયું ત્યારબાદ તો બિલકુલ નહીં.

Leave a Reply

Your email address will not be published.