676 Total Views
ચીને ભારત વિરુદ્ધ નવા-નવા ષડયંત્ર રચી રહ્યું છે. અને હાલમાં જ ચીને પાકિસ્તાન સાથે મળીને ભારત સામે ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ચીન અને પાકિસ્તાન સાથે મળીને જૈવિક હથિયાર બનાવી રહ્યા છે. એટલું જ નહીં આ ખતરનાક ઈરાદાઓને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની આડમાં અંજામ આપવામાં આવી રહ્યો છે. બંને દેશ આ ષડયંત્ર છેલ્લા પાંચ વર્ષથી રચી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની સિક્યોરિટી એક્સપર્ટ એન્થોની ક્લાનના આર્ટિકલમાં ઈન્ટેલિજન્સ સોર્સના આધારે આ ખુલાસો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, એન્થ્રેક્સ જેવા વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી શકે તેવો ખતરો છે. વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાઈરોલોજીને તેની જવાબદારી સોંપાઈ છે. વુહાન ઈન્સ્ટિટ્યુટ કોરોના વાઈરસ બાદ ચર્ચામાં આવ્યો છે.
2015થી ચાલી રહ્યું છે રિસર્ચ
એન્થોની ક્લાનના રિપોર્ટ પ્રમાણે વુહાનના વૈજ્ઞાનિક 2015થી આ ખતરનાક વાઈરસ પર રિસર્ચ કરી રહ્યા છે. આ પહેલાં ગત મહિને ક્લાનના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, પાકિસ્તાન અને ચીને 3 વર્ષની સિક્રેટ ડીલ સાઈન કરી છે. એટલું જ નહીં, બંને દેશોના વૈજ્ઞાનિકોના સ્ટડી રિસર્ચ પેપર પણ છપાયા છે. આ સ્ટડી ડિસેમ્બર 2017થી લઈ આ વર્ષે માર્ચ સુધી કરવામાં આવી છે. તેમાં જાનવરોમાંથી માણસોમાં આવતાં વાયરસ જુનોટિક પેન્થોજન્સની ઓળખાણ અને લક્ષણો વિશે જણાવવામાં આવ્યું છે.
પાકિસ્તાને આ રિસર્ચને લઈ વુહાન ઈન્સ્ટિટ્યુટને વાઈરસ સંક્રમિત સેલ્સ ઉપલબ્ધ કરાવવા માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમાં CPEC હેઠળ રિસર્ચ માટે મળેલા સહયોગ માટે પણ આભાર વ્યક્ત કર્યો છે.
ચાલાક ચીન ભારત સાથે સીધી ટક્કર લઈ રહ્યું નથી. આવા સમયે તે પાકિસ્તાનને હથિયાર બનાવીને ષડયંત્ર રચી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે ભારત અને પશ્ચિમી દેશોને પણ આ અંગે જાણકારી મળી ચૂકી છે. ચીન પોતાના દેશમાં આ કામને અંજામ આપવા માગતું નથી અને એટલે જ તે પાકિસ્તાનની ધરતી પર આ કામને અંજામ આપી રહ્યું છે.