1,520 Total Views
પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જાહેરાત કરી કે તેઓ આ વખતે નંદીગ્રામ માંથી વિધાનસભા ચૂંટણી (Assembly Election) લડશે. ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ ની વચ્ચે રાજકીય જંગને લઇ મમતા દીદીની આ જાહેરાત કેટલીય રીતે અગત્યની જણાય છે.
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને રાજકીય જંગ ચાલુ છે. સોમવારના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં ચૂંટણી સભા કરી અને અહીં ભાજપ પર નિશાન તાકયું.
મમતા બેનર્જીની તરફથી નંદીગ્રામમાં એક ચૂંટણી સભામાં જ આ અંગેની જાહેરાત કરી દેવાઇ અને કહ્યું કે હું ઇચ્છું છું કે આ વખતે અહીંથી ચૂંટણી લડું. મમતા બેનર્જી એ કહ્યું કે આ વખતે પણ બંગાળમાં TMCની સરકાર બનશે અને TMCને 200થી વધુ સીટો મળશે.
મમતા બેનર્જી એ અહીં ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા શુભેંદુ અધિકારી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે નંદીગ્રામનું આંદોલન કોણે કર્યું, તેના પર તેમણે કોઇની પાસેથી જ્ઞાન લેવાની જરૂર નથી. આજે ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને ભાજપના ત્રણેય કૃષિ કાયદા તરત પાછા લેવા જોઇએ.