615 Total Views
પુલવામા આતંકી હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ 13500 પાનાની છે. NIAએ ચાર્જશીટમાં 13 આરોપી બનાવ્યા છે. જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસુદ અઝહર પણ આમાં સામેલ છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ સીઆરપીએફના કાફલા પર હુમલો કરાયો હતો. એક આત્મઘાતી બોમ્બર એ વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફના કાફલામાં ધકેલી દીધી હતી. આ બ્લાસ્ટમાં 40 સૈનિકો શહીદ થયા હતા. ત્યારબાદ એનઆઈએ આ કેસની તપાસ કરી રહી હતી. હવે એનઆઈએ એ 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
આ આતંકી હુમલાને આદિલ અહેમદ ડાલ નામના આત્મઘાતી આતંકીએ અંજામ આપ્યો હતો. જે મરી ગયો હતો. પરંતુ જે લોકોએ તેને મદદ કરી તેમાં એક મોટી જમાત સામેલ હતી. એનઆઈએ એ આવા લોકોને પોતાની ચાર્જશીટમાં આરોપી બનાવ્યા છે. વળી, પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓને પણ ચાર્જશીટમાં આરોપી બનાવાયા છે.
આ છે આરોપી
જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસૂદ અઝહરને એનઆઈએ દ્વારા તેની ચાર્જશીટમાં પ્રથમ આરોપી બનાવવામાં આવ્યો છે. મસૂદ સિવાય તેના ભાઈઓ અબ્દુલ રઉફ અને મૌલાના અમ્માર ઉપર પણ આરોપ મૂકવામાં આવ્યા છે. બાલાકોટમાં મૌલાના અમ્માર જયેશ આતંકીઓને તાલીમ આપે છે.
મદદગાર પણ ફસાઈ ગયા
પુલવામા હુમલો કરનાર આદિલ ડારના કેટલાંય મદદગાર હતા, એનઆઈએ એ એવા લોકોને પણ આરોપી બનાવ્યા છે. તેમાં મોહમ્મદ અબ્બાસ રાથર, બિલાલ અહમદ કૂચે, શાકિર બશીર @ હુઝૈફા, ઇંશા જાન @ ઇંશા તારીક, પીર તારીક અહેમદ શાહ, અશ્ક અહેમદ નેંગારુ, ઇકબાલ રાથેર, સમીર અહેમદ ડાર અને વાઇઝ-ઉલ ઇસ્લામ પર પણ આરોપ મૂકવામાં આવ્યા છે.