ભારતીય મૂળના અમેરિકન ફિઝિશિયન ડૉ. વિવેક મૂર્તિ એ રવિવારના કોવિડ-19 ને લઈને સૌને ચેતવ્યા છે. ડૉ. મૂર્તિને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના સર્જન જર્નલ તરીકે પસંદ કર્યા છે. મૂર્તિએ કહ્યું કે, જીવલેણ કોવિડ-19 સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને દેશને આ માટે તૈયાર રહેવું પડશે. બાઇડન વહીવટી તંત્રની કોવિડ-19 નીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા […]
NRI
અમેરિકી પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમની ટીમના મૂળ ભારતીયો પણ ફરી ચર્ચાનો વિષય બન્યા
બાઇડેન દ્વારા અમેરિકી પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમની ટીમના મૂળ ભારતીયો પણ ફરી ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં જ એક એવું તારણ સામે આવ્યું છે જેના પગલે અમેરિકામાં વસતા ભારતીયોમાં આશ્ચર્ય ઊભું થયું છે. અહેવાલો પ્રમાણે બાઈડેનની ટીમમાં ભારતના રાજકીય પક્ષ ભાજપ અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ સાથે જોડાણ ધરાવતા મૂળ ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું […]
ભારતીય-અમેરિકી ઉપન્યાસકાર વેદ મહેતા નું 86 વર્ષની ઉંમરે નિધન.
ભારતીય-અમેરિકી ઉપન્યાસકાર વેદ મહેતા નું 86 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેઓને 20મી સદીના એક એવા લેખક તરીકે જાણવામાં આવે છે, જેઓએ અમેરિકીઓને ભારતની ઓળખાણ કરાવી હતી. તે એક પત્રકાર હતા અને ન્યૂયોર્કર મેગેઝિન માટે 33 વર્ષ સુધી સ્ટાફ રાઈટર તરીકે કામ કર્યું હતું. આ મેગેઝિનનું કહેવું છે કે મહેતાનું નિધન શનિવારે થયું છે. […]
દક્ષિણ આફ્રિકામાં મૂળ ભારતીય ના ડ્રગ્સ તસ્કર ની તેના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી.
દક્ષિણ આફ્રિકા માં ભારતીય મૂળના ડ્રગ્સ તસ્કર ની તેના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ પછી તસ્કરના સમર્થકોએ બંને શંકાસ્પદ હત્યારાઓનું શિરચ્છેદ કરી તેમના મૃતદેહોને બાળી નાખ્યા હતા. સ્થાનિક પોલીસ (Police)નું કહેવું છે કે ‘ટેડી માફિયા’ તરીકે ઓળખાતા યાગનાથન પિલ્લઇને શેલક્રોસ સ્થિત તેના ઘરે બે વાર માથામાં ગોળી મારવામાં આવી હતી. પોલીસે કહ્યું […]
આફ્રિકા નાં મોમ્બાસાનાં દરિયામાં ડૂબી જવાથી બે કચ્છી યુવાન નાં મોત.
આફ્રિકા નાં મોમ્બાસાનાં દરિયા માં ડૂબી જવાથી બે કચ્છી યુવાન (Kutchi young Man)નાં મોત નીપજતા હાલાઈ પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. તો માંડવી તાલુકા (Mandvi taluka)ના નાગલપુર ગામ (Nagalpur Village)માં શોકનું મોજું ફરી વળ્યું હતું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યા (Kenya)થી પરિવાર (Family) સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના વતની […]
કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને સ્પેશિયાલિટી એચ-૧બી વિઝા માટે સ્પોન્સર કરવા ઇચ્છતી અમેરિકી આઇટી કંપનીઓનો આ રીતે મોટો કાનૂની વિજય.
અમેરિકી અપીલ કોર્ટે કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને એચ-૧બી વિઝા મંજૂર કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અમેરિકામાં આ અપીલ કોર્ટ નાઇન્થ સર્કિટને નામે ઓળખાય છે. કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને સ્પેશિયાલિટી એચ-૧બી વિઝા માટે સ્પોન્સર કરવા ઇચ્છતી અમેરિકી આઇટી કંપનીઓનો આ રીતે મોટો કાનૂની વિજય થયો છે. આઇટી કંપનીઓ વર્ષ ૨૦૧૭ના અમેરિકી સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન ર્સિવસીઝ (યુએસસીઆઇએસ)ના નિર્ણયને કોર્ટમાં પડકારીને લડત […]
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામ કરી રહેલા 36 વર્ષના એક ભારતીય વ્યક્તિનું વિમાનના સાધનોથી કચડાઇ જતા મોત.
શિકાગો ઓ’હારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામ કરી રહેલા 36 વર્ષના એક ભારતીય વ્યક્તિનું વિમાનના સાધનોથી કચડાઇ જતા મોત થયું. કુક કાઉન્ટી મેડિકલ પરીક્ષકના કાર્યાલય દ્વારા સોમવારના રોજ રજૂ કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે જિજો જ્યોર્જનું એરપોર્ટ પર એક હેંગરમાં વિમાન પુશબેક તંત્રથી કચડાતા ઘાયલ થઇ જતા મોત નીપજ્યું. જ્યોર્જના પત્ની ગર્ભવતી જ્યોર્જના પરિવારમાં આઠ મહિનાની ગર્ભવતી […]
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માં ફાઉન્ડેશન માં અનિલ સોની પ્રથમ CEO બન્યા.
ભારતીય મૂળના હેલ્થ એક્સપર્ટ અનિલ સોનીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશન (WHO)માં CEO તરીકે નિમણૂક કરાઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વમાં આરોગ્યના મોરચે લડવા માટે નવી સંસ્થા બનાવી છે, અનિલ સોની તેના પ્રથમ CEO બન્યા છે. અનિલ સોની 1 જાન્યુઆરીથી તેમનું કામ સંભાળશે. આ સમયગાળા દરમ્યાન તેમનું મુખ્ય ફોકસ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે નવી તકનીકનો ઉપયોગ અને […]
બાઇડેને પોતાની એજન્સી રિવ્યૂ ટીમ્સમાં ૨૦ ઈન્ડિયન-અમેરિકન સામેલ કર્યા છે.
જો બાઇડેને પોતાની એજન્સી રિવ્યૂ ટીમ્સમાં ૨૦ ઈન્ડિયન-અમેરિકન સામેલ કર્યા છે અને બાઇડેનની ટ્રાન્ઝેશન ટીમ દ્વારા યુએસ પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝિશનના ઈતિહાસમાં સૌથી વધારે વૈવિધ્ય ધરાવતી ટીમોમાંની એક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં અડધા કરતાં વધુ સંખ્યા મહિલાઓની હશે અને ઓછામાં ઓછા ૪૦ ટકા અશ્વેત લોકો અથવા LGBTQ+ તરીકે ઓળખાતા લોકો હશે. આ સભ્યો અમેરિકામાં […]
ભારતીય મૂળના અમેરિકન ઉમેદવાર કેટલીય અડચણોને પાર કરી રહ્યા છે અને ચૂંટણીમાં જીતી રહ્યા છે.
ભારતીય મૂળ (Indian Origin)ના બે અમેરિકન સાંસદોએ રાજ્ય વિધાનસભામાં ચૂંટાઇને ઇતિહાસ રચ્યો છે. જેનિફર રાજકુમાર (Jenifer Rajkumar) નું કહેવું છે કે આગામી વર્ષોમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિક ચૂંટણી લડશે અને જીતશે. 38 વર્ષના જેનિફર રાજકુમાર ભારતીય મૂળના પહેલાં અમેરિકન મહિલા છે જે ન્યૂયોર્ક (NewYork) રાજ્ય વિધાનસભા માટે પસંદ કરાયા છે. જેનિફર ભારતીય મૂળના પહેલાં અમેરિકન […]