ઉત્તર પ્રદેશના કાસગંજ ખાતે મંગળવારે મોડી સાંજે બુટલેગર્સ સામે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો થયો હતો. કાસગંજના સિઢપુરા થાણા ક્ષેત્રના નગલા ધીમર પાસે કાલી નદીના કિનારે આ પ્રકારની અથડામણ થઈ હતી. માફિયાઓએ એક સિપાહીને મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યારે ઈન્સપેક્ટરને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યાર બાદ બુધવારે વહેલી સવારે પોલીસની કાર્યવાહીમાં બુટલેગર […]
Crime
સુરતમાં 24 કલાકમાં પોલીસ ચોપડે બે હત્યાની ઘટના નોંધાઈ.
એક બાદ એક હત્યા…અપહરણ…ખંડણી…દુષ્કર્મ જેવી ઘટનાઓ સુરતમાં સામાન્ય બની ગઇ છે. જેના લીધે સુરત ની સિરત ખરડાઇ રહી છે. રોજે-રોજ અહીં ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે.. જેનો પુરાવો છે એક જ દિવસમાં થયેલી બે હત્યાઓ.. જેના કારણે સામાન્ય માણસના મનમાં ભય વ્યાપી ગયો છે. સુરતમાં ક્રાઇમ રેટ માં સતત વધારો થઈ રહ્યો છે, એક બાદ […]
દિલ્હી પોલીસે મોહિત ગોયલ કરોડના ડ્રાઇ ફ્રૂટ કૌભાંડમાં પકડી લીધો છે.
રૂ. ૨૫૦માં જ સ્માર્ટ ફોનનો આઇડિયા આપનારો મોહિત ગોયલ એક કૌભાંડમાં પકડાયો છે. દિલ્હી પોલીસે તેને રૂ. ૨૦૦ કરોડના ડ્રાઇ ફ્રૂટ કૌભાંડમાં પકડી લીધો છે, તેના પર ટ્રેડર્સ પાસેથી રૂ. ૨૦૦ કરોડની કિંમતનો ડ્રાઇ ફ્રૂટનો જથ્થો ખરીદીને હાથ અધ્ધર કરી દેવાનો આરોપ છે. મોહિત અન્ય પાંચ સાથે દુબઈ ડ્રાઇ ફ્રૂટ એન્ડ સ્પાઇસિસ હબ નામની કંપની […]
વલસાડ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે 28 લાખના ગાંજા સાથે એક આરોપીની ધરપકડ.
આંતરરાજ્ય નશાના કારોબારના ચાલતા વેપલા પર વલસાડ જિલ્લા એલ.સી.બી.એ રોક લગાવી 28 લાખથી વધુનો 283 કિલો નશાનો માલ જપ્ત કરી લીધો છે અને આ મામાલે એક આરોપીની ધરપકડ પણ કરી છે. દેશમાં સૌથી વિક્સિત રાજ્ય ગુજરાતને નશા ભરડામાં નાખવાનું કામ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. વલસાડ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે 28 લાખના ગાંજા સાથે […]
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.
બનાસકાંઠા જિલ્લામાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૈસાની લાલચમાં આવેલા ડીસાના વેપારીના જ સાથી વેપારી મિત્રએ ડીસાના વેપારીને દાડમનો માલ ખરીદવા દિયોદર બોલાવ્યો હતો. ત્યારબાદ તેની પાસે રહેલા લાખો રૂપિયા પડાવી લેવા ડીસાના વેપારીને તેની કારમા જ દોરડા વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી તેની લાશને થરાદના નર્મદાની કેનાલમાં ફેંકી દીધી હતી. […]
પોલીસ જ બુટલેગર બની ગઇ અને ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ
નિકોલમાં અસલી પોલીસ જ બુટલેગર બની ગઇ અને ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ પણ કરી લીધી. ત્રણ પોલીસ કર્મીઓ પોતાની ગેંગ બનાવી પુર્વ વિસ્તાર ખુલ્લેઆમ દારૂનો ધંધો શરૂ કર્યો હતો. પહેલી નજરમાં બુટલેગર લાગતા બંન્ને આરોપી નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસના કોન્સ્ટેબલ છે. જેમનું નામ રણજીતસિંહ પાવરા અને યુવરાજસિંહ રાઠોડ છેલ્લા ઘણા […]
વડોદરામાં ગોત્રી હોસ્પિટલની નર્સની હત્યાની ઘટના સામે આવી.
અનેક વખત આત્મહત્યા અને હત્યાના બનાવ સામે આવતા રહે છે. ત્યારે વડોદરામાં ગોત્રી હોસ્પિટલની નર્સની હત્યાની ઘટના સામે આવી છે. વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. તેઓને હાલ ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી આપવામાં આવી હતી. જેથી તેઓ શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ […]
ગઢડા શહેરમાં એક સનસનાટી ભરી હત્યાની ઘટના બની…
ગઢડા શહેરમાં એક સનસનાટી ભરી હત્યાની ઘટના બની છે. જેમા એક સગા ભાઇએ પોતાના જ નાના ભાઇની હત્યા કરી નાંખી છે. સગા ભાઈએ ઘરકંકાસના કારણે સગા ભાઈની હત્યા કરતા પથંકમાં મોટા ભાઇ પર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ ઘટના ગઢડા શહેરના સામાકાઠા વિસ્તારની છે. સામાકાંઠે રહેતા મંગળુભાઈ ભીસરીયાએ તેના નાનાભાઈ કિશોરભાઈને ગઈકાલે લાકડાના […]
સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર પોલીસ અને બુટલેગરો વચ્ચે 6 રાઉન્ડ ફાયરિંગ…
ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર પાસે પોલીસ અને બુટલેગરોના સામસામે ફાયરિંગની ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર પોલીસ અને બુટલેગરો વચ્ચે 6 રાઉન્ડ ફાયરિંગ થઈ હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં ગેંગના શખ્સોએ કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને ત્યારબાદ ફાયરિંગ થયું છે. પોલીસ અને બુટલેગર વચ્ચેની […]
આડાસંબંધમાં થયેલી હત્યા કેસમાં સંડોવાયેલા સાસુ-જમાઇ બંનેને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો
પત્નીના જમાઈ સાથે આડાસંબંધ હોવાનો વહેમ રાખી ઘરમાં અવારનવાર ઝઘડો કરનાર પતિનો કાંટો કાઢી નાંખવા તેની ઠંડા કલેજે હત્યા કરનાર સાસુ અને જમાઈને અત્રેની અદાલતે આઈપીસી કલમ 302 મુજબ ગુનેગાર ઠેરવી બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી. અમરોલી સ્થિત શ્રીરામ ચાર રસ્તા પાસે માલધારી સોસાયટીના કોમન પ્લોટમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. તા. 20મી […]