GUJARAT

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ સીટોને લઈને પેટાચૂંટણીઓ યોજાનાર છે,….

 1,309 Total Views

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ સીટોને લઈને પેટાચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીઓના નેતાઓએ કમર કસી દીધી છે. રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે, તો બીજી બાજુ રાજકીય નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરીને કોરોનાનો ખતરો સામેથી નોતરી રહ્યા છે. રાજ્યમાં આવનારા સમયમાં પેટાચૂંટણીઓ હોવાથી નેતાઓ હવે મેળાવડા અને રેલીઓ-સભાઓ કરવામાં લાગી ગયા છે.

આ દિશામાં આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસને લઈને હાલ સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધી પેટાચૂંટણીઓને લઈને ગુજરાતમાં ટ્રેક્ટર રેલી કરી શકે છે. એટલું જ નહીં, ગુજરાતમાં રાહુલ ગાંધીની 50 કિ.મીની ટ્રેક્ટર રેલી યોજાઈ શકે છે. રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલી ગુજરાતમાં ગીર સોમનાથ અથવા ઉત્તર ગુજરાતમાં યોજાઈ શકે છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસને લઈને આજે સૂત્રો પાસેથી એક માહિતી સામે આવી રહ્યા છે, જેમાં રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં આવી શકે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રેકટર રેલી કરી શકે છે. ગુજરાતમાં રાહુલની 50 કી.મી.ની ટ્રેકટર રેલીના સમાચાર મળતા રાજકીય ગલિયારોમાં સન્નાટો વ્યાપી ગયો છે. રાહુલ ગાંધી કેન્દ્ર સરકારના ખેડૂતલક્ષી 3 કાયદાઓનો ગુજરાતમાં વિરોધ કરી શકે છે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબ અને હરિયાણા બાદ ગુજરાતમાં ટ્રેકટર રેલી કરશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓક્ટોમ્બર માસના અંત સુધીમાં રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ નક્કી થાય તેમ જાણવા મળી રહ્યું છે. 8 બેઠકોની પેટાચૂંટણીમાં રાહુલના પ્રવાસની અસર થઈ શકે છે કે નહીં, તે તો આવનારો સમય જ દેખાડશે.

Leave a Reply

Your email address will not be published.