International

સોના અને ચાંદીમાં વણથંભી તેજીને બ્રેક! જાણો અમદાવાદમાં કિંમતી ધાતુઓના શું છે ભાવ?

 425 Total Views

વૈશ્વિક સ્તરે સોનું સુધરતા સ્થાનિકમાં પણ ભાવમાં સુધારો જોવાયો હતો અને બિલમાં રૂ.૫૦,૯૦૦ની સપાટીએ બંધ રહ્યું હતું. જયારે રોકડામાં સોનું દસ ગ્રામે રૂ.૫૦,૬૭૫ બંધ રહ્યું હતું. તેવી જ રીતે વાયદા બજારમાં પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર સોનું રૂપિયા ૪૮,૯૭૦ થઈ ગયું હતું. સોનામાં કદી જોવાઇ ન હોય તેવી તેજી ચાલી રહી છે. ચાંદીમાં આજે સુધારો અટકયો હતો. ચાંદી કિલોએ રૂપિયા ૫૧,૧૪૦ થઈ ગઈ હતી.

વિશ્વ બજારમાં સોનું હાજર ૩.૨૭ ડોલર વધી ૧,૮૦૬.૮૨ ડોલરે ટ્રેડ થયું

આ લખાઇ રહ્યું છે ત્યારે વૈશ્વિક બજારોમાં સોનાનો કોમેક્સ ઓગસ્ટ વાયદો ઔંસ દીઠ ૦.૫૪ ટકા એટલે કે ૯.૭૦ ડોલર વધીને ૧,૮૧૩.૫૦ ડોલરે અને સોનું હાજર ૦.૧૮ ટકા એટલે કે ૩.૨૭ ડોલર વધી ૧,૮૦૬.૮૨ ડોલરે ટ્રેડ થતું હતું. જ્યારે સોનાની સાથે ચાંદીમાં પણ સાધારણ સુધારો નોંધાતા એકંદરે મજબૂતાઇનું વલણ જોવા મળ્યું હતું અને ચાંદીનો કોમેક્સ સપ્ટેમ્બર વાયદો ઔંસ દીઠ ૦.૯૪ ટકા એટલે કે ૦.૧૮ ડોલર વધીને ૧૯.૧૪ ડોલરે ટ્રેડ થતો હતો. ઉપરાંત ચાંદી હાજર ૦.૪૨ ટકા એટલે કે ૦.૦૮ ડોલર વધીને ઔંસ દીઠ ૧૮.૭૩ ડોલરે ટ્રેડ થતી હતી.

દિલ્હીમાં સોનું ૨૪ કેરેટ રૂ. ૧૩૮ ઘટીને રૂ. ૪૯,૧૦૧, જ્યારે ચાંદી રૂ. ૭૪૩ તૂટીને રૂ.૫૦,૪૭૭ બોલાઇ

છેલ્લા કેટલાક સેશનથી સોના અને ચાંદી બજારમાં બન્ને કીમતી ધાતુઓના ભાવોમાં ચાલુ રહેલી વણથંભી તેજી આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં અટકી હતી અને બન્ને કીમતી ધાતુઓના ભાવોમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. સોનું (૯૯૯) ૨૪ કેરેટ ૧૦ ગ્રામ દીઠ રૂ.૧૩૮ ઘટીને રૂ.૪૯,૧૦૧, તેની સાથે સોનું (૯૯૫) ૨૩ કેરેટ ૧૦ ગ્રામ દીઠ રૂ.૧૩૮ ઘટીને રૂ.૪૮,૯૦૪ અને સોનું (૯૧૬) ૨૨ કેરેટ ૧૦ ગ્રામ દીઠ રૂ.૧૨૬ ઘટીને રૂ. ૪૪,૯૭૭ બોલાયું હતું. જ્યારે ચાંદી-૯૯૯ એક કિલોએ રૂ. ૭૪૩ તૂટીને રૂ. ૫૦,૪૭૭ બોલાઇ હતી.

Leave a Reply

Your email address will not be published.